શોધખોળ કરો

ગુજરાત રાજસ્થાન બોર્ડ પર બસ પલ્ટી ગઈ, એકનું ઘટનાસ્થળે જ મોત, 7 ઘાયલ

જયપુરથી અમદાવાદ આવી રહેલી લક્ઝરી બસે ગુજરાત -રાજસ્થાન બોર્ડર ઉપર રાજસ્થાનની હદમાં પલટી મારી હતી. બસ પલટી મારતાં 1 વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે 7 લોકો ઘાયલ થયા હતા. 

બનાસકાંઠાઃ  ગુજરાત -રાજસ્થાન બોર્ડર ઉપર બસને અકસ્માત નડ્યો છે. જયપુરથી અમદાવાદ આવી રહેલી લક્ઝરી બસે ગુજરાત -રાજસ્થાન બોર્ડર ઉપર રાજસ્થાનની હદમાં પલટી મારી હતી. બસ પલટી મારતાં 1 વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે 7 લોકો ઘાયલ થયા હતા. 

ઘાયલોને સારવાર માટે આબુરોડની હોસ્પિટલમાં ખસેડાયા છે. રાજસ્થાનની આબુરોડ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. બસના ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતાં બસ પલટી હોવાનું અનુમાન છે. 

ગઈ કાલે, લીંબડી અમદાવાદ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો હતા. કાનપરા ગામનાં પાટીયા પાસે ખાનગી લકઝરી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનુ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અન્ય બે વ્યક્તિઓને સારવાર અર્થે 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ખાનગી લકઝરી બસમાં ૩૦થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. મુંબઈ પોરબંદર ટ્રાવેલ્સનો અકસ્માત સર્જાયો છે. 

ગુજરાતમાં આજે કોરોનાના નવા 14 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 14 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,536 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી. આજે 2,95,854 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 133 કેસ છે. જે પૈકી 03 વેન્ટીલેટર પર છે, જ્યારે 130 નાગરિકો સ્ટેબલ છે. 8,15,536 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. જે સકારાત્મક બાબત કહી શકાય.  સુરત કોર્પોરેશન 4, રાજકોટ  કોર્પોરેશન 3, વડોદરા કોર્પોરેશન 3, વલસાડ 2, ગાંધીનગર કોર્પોરેશન 1, અને નવસારીમાં કોરોના વાયરસનો  1 કેસ નોંધાયો છે. 

રાજ્યમાં રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 7  કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 3562 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 38512 નાગરિકોને રસીનો પ્રથમ અને 47231 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 95898 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 110644 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 2,95,854 કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં 5,73,55,728 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

અમદાવાદ, અમદાવાદ કોર્પોરેશન, અમરેલી,  આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ,  ભાવનગર,ભાવનગર કોર્પોરેશન,   બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ,  દેવભૂમિ દ્વારકા,  ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન,   જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન,  ખેડા, કચ્છ,   મહીસાગર, મહેસાણા,  મોરબી, નર્મદા, નવસારી,   પંચમહાલ, પાટણ, પોરબંદર,  રાજકોટ,   સાબરકાંઠા, સુરત,  સુરેન્દ્રનગર,  તાપી અને વડોદરામાં  એક પણ કોરોના વાયરસનો નવો કેસ નથી નોંધાયો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News । અમદાવાદના જોધપુરમાં અથાણાંમાંથી નીકળી ગરોળીDelhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Maharashtra Budget: મહિલાને દર મહિને 1500 રૂપિયા મળશે, પાંચ લોકોના પરિવારને મળશે ત્રણ મફત સિલેન્ડર
Maharashtra Budget: મહિલાને દર મહિને 1500 રૂપિયા મળશે, પાંચ લોકોના પરિવારને મળશે ત્રણ મફત સિલેન્ડર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
Embed widget