શોધખોળ કરો

ગાંધીનગર:  PSI ભરતીની પ્રિલિમનરી પરીક્ષા 6 માર્ચે યોજાશે, આજથી માર્ચથી કોલલેટર ડાઉનલોડ કરી શકાશે

ગુજરાતમાં 3 ડિસેમ્બરથી  PSIની શારીરિક કસોટી લેવામાં આવી હતી. પરિણામ ગત જાન્યુઆરીમાં જાહેર કરવામાં આવ્યું હતું. શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારો હવે પ્રિલિમનરી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે.  

ગુજરાતમાં 3 ડિસેમ્બરથી  PSIની શારીરિક કસોટી લેવામાં આવી હતી. જેનું પરિણામ ગત જાન્યુઆરીમાં જાહેર કરવામાં આવ્યું હતું. શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારો હવે પ્રિલિમનરી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે.  આગામી 6 માર્ચના રોજ લેખિત પરીક્ષા લેવામાં આવશે. આજથી એટલે કે 1 માર્ચથી કોલલેટર ડાઉનલોડ કરી શકાશે. PSIની પ્રિલિમનરી પરીક્ષા  અમદાવાદ અને ગાંધીનગરમાં લેવામાં આવશે.

ગુજરાત પોલીસ PSIઈ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા લેવાયેલી પોલીસ સબ ઈન્સપેક્ટરની શારીરિક કસોટીનું પરિણામ ગત જાન્યુઆરીમાં જાહેર થઇ ગયું છે. આ ભરતીમાં લાખો ઉમેદવારોએ કસોટીમાં પાસ થવા માટે પ્રયત્નો કર્યાં હતાં. પરંતુ તેમાં 96 હજારથી વધારે ઉમેદવારોએ શારીરિક કસોટી પાસ કરી હતી. હવે આ ઉમેદવારો  પ્રિલિમીનરી પરીક્ષા આપશે. 

રાજ્યમાં 3 ડિસેમ્બરથી પીએસઆઈ સંવર્ગની કસોટી લેવામાં આવી હતી. આ શારીરિક કસોટીમાં લાખોની સંખ્યામાં ઉમેદવારો સરકારી નોકરી મેળવવા માટે સામે આવ્યા હતા. ઉમેદવારો માટે 15 કેન્દ્રો પર શારીરિક કસોટી યોજવામાં આવી હતી. જે કસોટીઓ પૂર્ણ થતા પીએસઆઈ ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી.

ગુજરાત વિધાનસભાનું આવતીકાલથી બજેટ સત્ર શરૂ થશે

આવતીકાલથી ગુજરાત વિધાનસભાનુ બજેટ સત્ર શરૂ થશે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર  31 માર્ચ સુધી ચાલશે. બજેટ સત્રમાં કુલ 25 બેઠક મળશે. નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ 3 માર્ચે વર્ષ 2022-23નુ બજેટ રજૂ કરશે. જ્યારે સત્રના પ્રથમ દિવસે રાજયપાલ સંબોધન કરશે. ત્રણ બેઠક રાજ્યપાલના ભાષણ પર ચર્ચા થશે. પુરક માંગણીઓ અને તેના પર ચર્ચા બે બેઠક ફાળવાઈ છે. બજેટ પરની સામાન્ય ચર્ચા ચાર બેઠકમાં કરાશે. અલગ અલગ વિભાગની માંગણીઓ પર ચર્ચા અને મતદાન માટે 12 બેઠક રહેશે.

આ વિધાનસભા સત્ર તોફાની બની રહે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે કેમકે, વિપક્ષ બેરોજગારી, પેપરલીક, કાયદા વ્યવસ્થા ઉપરાંત અન્ય મુદ્દાઓને લઇને સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આ સત્ર મહત્વનું છે. કોગ્રેસે કહ્યુ હતું કે વિધાનસભાનું લાઇવ પ્રસારણ થાય તો સરકારની વાહવાહી થાય નહીં. સલાહકાર સમિતિની બેઠકમાં સરકાર-વિપક્ષ વચ્ચે સહમતિ સધાઇ નહોતી

ચાલુ સપ્તાહે ગુજરાત બજેટ રજૂ થશે. ડ્રોન ટેકનોલોજીની ડિમાન્ડ દિન પ્રતિદીન વધી રહી છે ત્યારે ગુજરાત સરકારે પણ આગામી વિધાનસભા બજેટ સત્રમાં ડ્રોન ટેકનોલોજી પોલીસી જાહેર કરવા તૈયારીઓ આદરી છે. ખેતીવાડી સહિત અન્ય વિવિધ ક્ષેત્રમાં ડ્રોનના ઉપયોગ માટે લાયસન્સ મેળવવા ઉપરાંત અન્ય નિયમો  ઘડવામાં આવશે.

ખેતરમાં દવાનો છંટકાવ કરવો હોય, તોફાન-કરફ્યુ વખતે પરિસ્થિતી પર નજર રાખવી હોય, એક સ્થળેથી બીજા સ્થળે ચીજવસ્તુ મોકલવી હોય, ડ્રોનનો ઉપયોગ કરી શકાય છે. આગામી દિવસોમાં ડ્રોન ટેકનોલોજી રોજગારીનુ માધ્યમ બની રહેશે તેવી સંભાવના છે પરિણામે રાજ્ય સરકારે ડ્રોન ફલાઇંગ કોર્સની પણ શરૂઆત કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ', વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ', વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
Embed widget