ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બનવા માટે રાહુલ ગાંધીની કઈ શરતથી મોટા ભાગના નેતા નીકળી ગયા રેસમાંથી બહાર?
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ માટે રાહુલ ગાંધીએ આદેશ આપ્યો છે કે, જે પ્રદેશ પ્રમુખ બનશે તે ચૂંટણી નહિ લડી શકે. રાહુલ ગાંધીના આદેશથી મોટા ભાગના લોકો પ્રમુખની રેશમાંથી નીકળી ગયા છે.
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ કોણ બનશે તેને લઈને અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ગઈ કાલે દીપક બાબરિયાનું નામ સામે આવતા અનેક નેતાઓમાં ચહલ-પલ મચી ગઈ હતી. જોકે, રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ બનવા માટેની જે શરત રાખી છે, તે પછી મોટા ભાગના નેતાઓ આ રેસમાંથી બહાર થઈ ગયા છે.
વાત એવી છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ માટે રાહુલ ગાંધીએ આદેશ આપ્યો છે કે, જે પ્રદેશ પ્રમુખ બનશે તે ચૂંટણી નહિ લડી શકે. રાહુલ ગાંધીના આદેશથી મોટા ભાગના લોકો પ્રમુખની રેશમાંથી નીકળી ગયા છે પ્રમુખ બનવા માગતા મોટાભાગના લોકોને આગામી ચૂંટણી લડવી છે. બીજી તરફ દીપક બાબરીયાએ ચૂંટણી લડવાની ના પાડી છે . જગદીશ ઠાકોર હાલ દિલ્હી પહોંચ્યા છે. ઠાકોર આજે કેન્દ્રીય નેતૃત્વ સાથે મુલાકાત કરી શકે છે, ભરતસિંહ સોલંકી દિલ્હીથી આજે સવારે પરત ફર્યા છે. દીપક બાબરીયાનું નામ સામે આવતા અનેક નેતાઓમાં ચહલ પહલ મચી ગઈ છે.
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાના નામને લઈને મોટી જાહેરાત હવે ગમે ત્યારે થાય તેવી શક્યતા છે. બંને પદ માટે નામ લગભગ નક્કી થઈ ગયા છે. દીપક બાબરિયા પ્રદેશ કૉંગ્રેસના નવા સુકાની બની શકે છે. જ્યારે શૈલેષ પરમાર કે પૂંજા વંશને નેતા વિપક્ષની કમાન સોંપાઈ શકે છે.
નોંધનીય છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષના નેતા પદેથી પરેશ ધાનાણીનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. ત્યારે હવે કોંગ્રેસના નવા સુકાની બનશે, તેના પર સૌની નજર મંડાયેલી છે. ત્યારે હવે 48 કલાકમાં નવા સુકાની અંગે જાહેરાત કરવામાં આવી શકે છે. બંને પદ માટે નામ નક્કી થઈ ગયા છે. પ્રદેશ પ્રમુખ તરીકે દીપક બાબરિયાનું નામ નક્કી છે. જોકે, વિપક્ષ નેતા માટે બે નામ ચાલી રહ્યું છે.
દીપક બાબરીયાને રાહુલ ગાંધીના નજીકના માનવામાં આવે છે. તેમણે ગત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને સારો લાભ અપાવ્યો હતો.
આવનાર વર્ષમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ રહી છે. રાજકિય પક્ષો તેની તૈયારીમાં લાગી ગયા છે. કોંગ્રેસ પાર્ટી પણ વિધાનસભાની ચૂંટણીને લઇને રણનિતી તૈયાર કરી રહી છે. કોંગ્રેસ પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના વિપક્ષના નેતાના નામને લઇને પણ પાર્ટીમાં મંથન થઇ રહ્યું છે. આ સ્થિતિમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે મોટી સ્પષ્ટતા કરી છે. આ મામલે શક્તિસિંહ ગોહિલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, ‘હું કોંગ્રેસ પ્રમુખ પદની રેસમાં નથી. હું હાલ જે પદ પર છું ખુશ છું. પ્રભારી ટૂંક સમયમાં જ નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરશે”