શોધખોળ કરો

જેતલસર જંકશનના પ્રશ્ન 10 દિવસ ઉકેલવા જયેશ રાદડિયાનું અલ્ટીમેટમ, રેલ રોકો આંદોલનની આપી ચીમકી

જેતલસર જંક્શન પરથી લોકો લોબી, બ્રેકડાઉન સહિતની મહત્વપૂર્ણ કામગીરી અન્ય સ્થળે ખસેડવાના નિર્ણય સામે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સાથે જ જંક્શન પરથી 72 જેટલા કર્મચારીઓની બદલી કરવામાં આવતા લોકોમાં આક્રોશ ફેલાયો છે.

રાજકોટ જિલ્લામાં આવેલા જેતલસર જંક્શનના રેલવે પ્રશ્ને ફરી એકવાર રાજકીય અને સામાજિક ગરમાવો પકડ્યો છે. રેલવેની વિવિધ કામગીરી અન્યત્ર ખસેડવાના નિર્ણય અને 72 કર્મચારીઓની બદલીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે ધારાસભ્ય જયેશ રાદડિયાએ રેલવેના જનરલ મેનેજર સમક્ષ આક્રમક અંદાજમાં રજૂઆત કરી છે અને 10 દિવસમાં પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ટ્રેન રોકો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

જેતલસર જંક્શન પરથી લોકો લોબી, બ્રેકડાઉન સહિતની મહત્વપૂર્ણ કામગીરી અન્ય સ્થળે ખસેડવાના નિર્ણય સામે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સાથે જ જંક્શન પરથી 72 જેટલા કર્મચારીઓની બદલી કરવામાં આવતા લોકોમાં આક્રોશ ફેલાયો છે. સ્થાનિકોનું માનવું છે કે, સતત થઈ રહેલી બદલીના કારણે વિસ્તારની આર્થિક અને સામાજિક સ્થિતિ પર નકારાત્મક અસર પડી શકે છે.

આ સમગ્ર મામલે ધારાસભ્ય જયેશ રાદડિયાએ રેલવેના GM સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. રાદડિયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જેતલસર જંક્શનનું મહત્વ ઘટાડવાના કોઈપણ પ્રયાસો સ્વીકારવામાં નહીં આવે. તેમણે લોકો પાયલટ, ટ્રેન મેનેજર સહિતનો સ્ટાફ ફરીથી જેતલસર ખાતે જ મુકવાની માંગ કરી છે.

આ પણ વાંચો: શિક્ષકો અંગેના નિવેદનથી રાજકીય ગરમાવો, રમેશ કટારા ઘેરાયા, શિક્ષકોમાં આક્રોશ

ધારાસભ્યએ ચેતવણી આપતા કહ્યું કે, જો આગામી 10 દિવસમાં પ્રશ્નનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો જનતા સાથે મળીને ટ્રેન રોકો આંદોલન કરવામાં આવશે. જરૂર પડશે તો ઉગ્ર લડત પણ આપવામાં આવશે તેવી ચીમકી તેમણે ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે આ મુદ્દે અગાઉ રેલવે બચાવ સમિતિ દ્વારા પણ દિલ્હી ખાતે રેલવે મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં હજી સુધી સંતોષકારક ઉકેલ ન આવતા સ્થાનિકોમાં નારાજગી વધી રહી છે. હવે રેલવે તંત્ર આગામી દિવસોમાં શું નિર્ણય લે છે તેના પર સૌની નજર ટકેલી છે.

જેતલસર જંક્શનના અસ્તિત્વ અને મહત્વને જાળવી રાખવા માટે સ્થાનિકો અને જનપ્રતિનિધિઓ એકસાથે મેદાનમાં આવ્યા છે. હવે 10 દિવસની અંદર રેલવે તંત્ર શું પગલાં ભરે છે અને આંદોલનની ચીમકી હકીકતમાં ફેરવાય છે કે નહીં, તે જોવું મહત્વપૂર્ણ રહેશે.                                                                    

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
Advertisement

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget