શોધખોળ કરો

Rain Alert: આગામી 5 દિવસ માટે આવ્યુ વરસાદી અપડેટ, જાણો ક્યાં-ક્યાં પડશે ?

હવામાન આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી પાંચથી સાત દિવસ સુધી વરસાદની આગાહી નથી, એટલે કે રાજ્યમાં વરસાદનું પ્રમાણ નહીવત રહેશે

Rain Alert: ગુજરાતમાં ફરી એકવાર વરસાદને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. હવામાન આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદનું પ્રમાણ નહીવત છે, કેટલાય જગ્યાએ વાતાવરણ સૂકુ રહી શકે છે. આગાહી પ્રમાણે, ડાંગ, વલસાડ અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. 

હવામાન આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી પાંચથી સાત દિવસ સુધી વરસાદની આગાહી નથી, એટલે કે રાજ્યમાં વરસાદનું પ્રમાણ નહીવત રહેશે, એક સપ્તાહ સુધી રાજ્યમાં કોઇપણ વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી, વાતાવરણ સૂકુ રહેશે. જોકે, આ દિવસોમાં રાજ્યમાં ડાંગ, વલસાડ, બનાસકાંઠા ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. ખાસ વાત છે કે, આ વખતે ઓગસ્ટમાં સૌથી ઓછો વરસાદ ખાબક્યો છે, એટલે કે છેલ્લા 10 વર્ષના ઇતિહાસમાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં સૌથી ઓછો વરસાદ રાજ્યમાં પડ્યો છે. જોકે, આ સિઝનમાં અત્યાર સુધી કુલ 94.5 ટકા વરસાદ પડી ચૂક્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો

બનાસકાંઠા જિલ્લામાં વરસાદે વિરામ લેતા ખેડૂતોની પરિસ્થિતિ દયનિય બની છે.  છેલ્લા દોઢ મહિનાથી વરસાદ ન વરસતા ચોમાસુ સિઝનમાં વાવેતર કરેલો પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.  ખેડૂતોની માંગ છે કે ત્વરિત વીજળી 10 કલાક આપવામાં આવે અથવા તો પિયતના પાણી માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. બનાસકાંઠા જિલ્લામાં વાવાઝોડા બાદ માત્ર એક વરસાદ વરસ્યો છે.  જિલ્લામાં જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી માત્ર 72 ટકા વરસાદ વરસતા હાલ પરિસ્થિતિ દયનિય  બની છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ધરતીપુત્રોની ચિંતામાં પણ વધારો થયો છે.  ચોમાસુ સિઝનનું વાવેતર કર્યાના દોઢ મહિનો પસાર થયો  છતાં પણ વરસાદે દસ્તકના દેતા હાલ બાજરી, મગફળી, જુવાર, ગુવાર સહિતના ચોમાસુ પાકમાં ભારે નુકસાન જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.  એક તરફ આઠ કલાક વીજળી મળતા હાલ ખેડૂતોને પિયત કરવું મુશ્કેલ બન્યું છે.  

ખેડૂતોની માંગ છે કે 10 કલાક સરકાર દ્વારા વિજળી આપવામાં આવે તો બીજી તરફ પાણીના તળ 1000 થી 1200 ફૂટ ઊંડા જતા ખેડૂતોને પાણી ખેંચવા ડબલ મોટરનો માર થાય છે.  ત્વરિત સરકાર દ્વારા પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.

જિલ્લામાં ખેડૂતોએ વાવાઝોડા બાદ વધુ પ્રમાણમાં વાવેતર કર્યું હતું. પરંતુ વરસાદે વિરામ લેતા હાલ પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતી સતાવી રહી છે.  ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં પણ વરસાદ ના આવતા હાલ વાવેતર કરેલો પાક સુકાઈ જવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. બીજી તરફ વીજળી અપૂરતી અને આઠ કલાકથી પિયત પણ થઈ શકતું નથી જેને લઈને ખેડૂતોની માંગ છે કે તળાવ ભરવામાં આવે કે પછી કેનાલ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે તેવી વ્યવસ્થા કરવા ખેડૂતોએ માંગ કરી છે. 

હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, નવસારી, વલસાડ અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

Embed widget