સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 174 તાલુકામાં વરસાદ, કચ્છના અંજારમાં સૌથી વધુ પાંચ ઈંચ
આજે સવારથી જ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ગુજરાતમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 174 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. કચ્છના અંજારમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે.
ગાંધીનગર: આજે સવારથી જ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ગુજરાતમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 174 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. કચ્છના અંજારમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. કચ્છના અંજારમાં 5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સિવાય જૂનાગઢના માંગરોળમાં 4 ઈંચ, કચ્છના ગાંધીધામમાં 3 ઈંચ, સુરેન્દ્રનગરના થાનગઢમાં 2.9 ઈંચ, જૂનાગઢના મેંદરડામાં 2.5 ઈંચ, રાજકોટના ધોરાજીમાં 2.5, સુરતના ઉમરપાડામાં 2.4 ઈંચ, બોટાદના ગઢડામાં 2.3 ઈંચ, રાજકોટમાં 2.1 ઈંચ, જૂનાગઢના માળિયામાં 2 ઈંચ, અમદાવાદના ધંધુકામાં 2 ઈંચ અને મહેસાણાના કડી માં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં બે દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી કરી છે. જામનગર અને દેવભૂમિ દ્વારકામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ પડશે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે. પવનની ગતિ પચાસથી સાઈઠ કિલોમીટર રહેવાની શક્યતા છે.
રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરના ગોંડલ રોડ,પ્રદ્યુમનનગર,યાજ્ઞિક રોડ,કોટેચા ચોક,કાલાવડ રોડ,રૈયા રોડ સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદી પાણી ભરાતા પ્રિ-મોન્સુન કામગીરીના મહાનગરપાલિકાના દાવા પોકળ સાબિત થયા છે.
ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. તાલુકાના જામવાડી,ચોરડી,ગોમટા,નવાગામ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને લઈ માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.
પોરબંદરના મોઢવાડામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મોઢવાડાથી મજીવણા અને શીશલી જતો રસ્તો થયો બંધ. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે. બરડા પંથકમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો છે. ફટાણા,બખરલા,ગોઢાણા સહિતના ગામોમાં ધોધમાર વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા છે.
ગુજરાતના વલસાડથી ચોમાસાનું આગમન થયાં બાદ રાજ્યમાં ભારે વરસાદે વિરામ લીધો હતો. પરંતુ છેલ્લાં બે-ત્રણ દિવસથી ફરી ધોધમાર વરસાદ પડવાનો શરૂ થયો. હજુ બે દિવસ વિવિધ વિસ્તારમાં ભારે વરસાદ પડશે. રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થતાંની સાથે જ સાર્વત્રિક વરસાદ પડ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં હળવાથી સામાન્ય વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં બે દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી કરી છે. જામનગર અને દેવભૂમિ દ્વારકામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ પડશે.