શોધખોળ કરો

સવારથી અત્યાર સુધીમાં 18 તાલુકામાં વરસાદ, જાણો ક્યાં સૌથી વધુ વરસાદ ખાબક્યો

અમદાવાદમાં સૌથી વધુ વરસાદ મણીનગર વિસ્તારમાં પાંચ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

રાજ્યમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત છે. સવારથી અત્યાર સુધી રાજ્યના 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુરના ક્વાંટમાં પડ્યો છે. ક્વાંટમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. તો જૂનાગઢના માંગરોળમાં પણ એક ઈંચ વરસાદ પડ્યો છે. સાથે જ મહીસાગર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, તાપીમાં સામાન્ય વરસાદ નોંધાયો છે.

રવિવારે ધોધમાર વરસાદ પડ્યો

અમદાવાદમાં મોડી રાત્રે ચાર કલાકમાં જ સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. મેઘરાજાની તોફાની બેટિંગથી પ્રશાસનની પ્રિ- મોન્સુન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. જૂનાગઢના મેંદરડામાં રાત્રીના 10 વાગ્યા સુધીમાં પાંચ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જ્યારે બીજા ક્રમે અમદાવાદમાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં સાડા ત્રણ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં એંકદરે સવારે છથી રાત્રીના 10 વાગ્યા સુધીમાં 118 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.

અમદાવાદમાં સૌથી વધુ વરસાદ મણીનગર વિસ્તારમાં પાંચ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો જ્યારે જોધપુર અને બોપલ વિસ્તારમાં સૌથી ઓછો 1.25 ઈંચ વરસાદ પડ્યો હતો.

અમદાવાદમાં પડેલા ભારે વરસાદને પગલે સીટીએસ, ઢાલગવરવાડ, બાપુનગરના નીચાણવાળા વસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. અમદાવાદમાં ભારે વરસાદ તૂડી પડતા માર્ગો પાણીથી તરબોળ બન્યા હતાં. રજાના દવિસે લોકો બહાર ફરવા નીકળ્યા હોઈ ભારે વરસાદને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

અમદાવાદના પૂર્વ અને દક્ષિણ ઝોનમાં સરેરાશ ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. ભાર વરસાદને પગલે શહેરના સાત અંડરપાસ બંધ કરવા પડ્યા હતા. એકથી દોઢ કલાક સતત ધીમી ધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડ પ્રસરી હતી અને ઘણા સમયથી ગરમીમાં શેકાતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

બીજી બાજુ રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજીમાં સાડા 3 ઇંચથી 1 ઇંચ વરસાદ પડ્યો હતો. બીજી બાજુ મોરબી જિલ્લના મોરબી, વાંકાનેર અને ટંકારામાં રવિવારે દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

સામાન્ય રીતે રાજ્યમાં ભીમ અગિયારસ બાદ વાવણીની મોસમ પુરબહારમાં હોય છે. આ વર્ષે વરસાદ ખેંચાતા જગતના તાત પર આફત તોળાઈ રહી હતી. પહેલા વાવાઝોડું અને હવે વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાની ભીતિ હતી પરંતુ સમયસર વરસાદની સિસ્ટમ સક્રિય થતા રાહત થઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: ગુજરાતમાં આગામી 3 કલાક ભારે, અમદાવાદ-ગાંધીનગર, કચ્છ સહિત 17 જિલ્લામાં રેડ એલર્ટ
Rain Forecast: ગુજરાતમાં આગામી 3 કલાક ભારે, અમદાવાદ-ગાંધીનગર, કચ્છ સહિત 17 જિલ્લામાં રેડ એલર્ટ
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: બપોર સુધી મેઘરાજાની તોફાની બેટિંગ, 242 તાલુકાઓમાં ધોધમાર વરસ્યો, રાધનપુર જળબંબાકાર
Gujarat Rain: બપોર સુધી મેઘરાજાની તોફાની બેટિંગ, 242 તાલુકાઓમાં ધોધમાર વરસ્યો, રાધનપુર જળબંબાકાર
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 
10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 
Gujarat Rain: સૌરાષ્ટ્ર જતા લોકો માટે મોટા સમાચાર, ભારે વરસાદથી રાજકોટ-અમદાવાદ હાઈવે બંધ
Gujarat Rain: સૌરાષ્ટ્ર જતા લોકો માટે મોટા સમાચાર, ભારે વરસાદથી રાજકોટ-અમદાવાદ હાઈવે બંધ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
Embed widget