શોધખોળ કરો
અમરેલીઃ જાફરાબાદમાં સતત ત્રીજા દિવસે પડ્યો વરસાદ, રાજુલામાં પણ મેઘમહેર
જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં સતત ત્રીજા દિવસે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે ખેતરો અને શેરીઓમાં પાણી વહેતા થયા હતા.
અમરેલીઃ રાજ્યમાં 100 ટકા કરતા પણ વધારે વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે સપ્ટેમ્બરના બાકીના દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી બે દિવસમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થશે. જેના કારણે ગુજરાતમાં આગામી 19થી 26 સપ્ટેમ્બર સુધી વરાસદ જોવા મળી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
આ દરમિયાન આજે અમરેલીના જાફરાબાદ અને રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. રાજુલા શહેરમાં પણ વરસાદી ઝાપટું પડ્યું હતું. જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં સતત ત્રીજા દિવસે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે ખેતરો અને શેરીઓમાં પાણી વહેતા થયા હતા. રાજુલાના ડુંગર, રાભડા અને સાજણવાવ સહિતના વિસ્તારમાં મેઘમહેર થઈ હતી. ધારીના ચલાલામાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું છે. વરસાદના કારણે રોડ પર પાણી ફરી વળ્યા હતા.
જોકે સતત વરસી રહેલા વરસાદથી અમરેલીના ખેડૂતોમાં હવે ચિંતાની લાગણી જોવા મળી છે. હવે વરસાદ બંધ નહીં થાય તો કપાસ, મગફળીના પાકને નુકસાન થવાની ભીતિ ધરતીપુત્રો વ્યક્ત કરી રહ્યા છે.
કાશ્મીર આપણો આંતરિક મામલો, પાકિસ્તાન સાથે યુદ્ધનો કોઈ સવાલ જ નથીઃ અમિત શાહ
કેબિનેટે લીધા બે મોટા ફેંસલાઃ રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ, ઈ-સિગરેટ પર બેન
સૌરવ ગાંગુલીએ ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાના કોચ બનવાના આપ્યા સંકેત, કહી આ મોટી વાત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement