હવામાન વિભાગની આગાહી મુજબ રાજયભરમાં જામ્યો વરસાદી માહોલ, જાણો ક્યાં પડ્યો વરસાદ ?
હવામાન વિભાગની આગાહી મુજબ રાજયભરમાં વરસાદી માહોલ જામ્યો છે. કચ્છમાં બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજયભરમાં વરસાદી માહોલ જામ્યો છે. કચ્છમાં બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત છે. ભુજ,માધાપર, મિરઝાપર, માનકુવા, દેશલપર માંડવી,ગઢસીસા, મુંદ્રા, અબડાસા, નખત્રાણા અંજાર, આંબાપર વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વાતાવરણ પલટો આવ્યો છે. જિલ્લામાં આજ સવારથીજ ભારે ગરમી-ઉકળાટનો માહોલ હતો.
મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ગરમીમાં ભારે ઉકળાટ બાદ વરસાદ શરુ થયો છે. શહેરના સાવસર પ્લોટ, શનાળા રોડ, રવાપર રોડ, મહેન્દ્રનગર ચોકડી, શનાળા બાયપાસ, રવાપર ચોકડી, ઉમિયા ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વીજળીના ભારે કડાકા સાથે વરસાદ શરુ થયો છે.
ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. તાલાલા ગીર, વેરાવળના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. માથાસુલિયા, ભેટાલી, લુંભા સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થતા લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળી છે. ગીર સોમનાથ જિલ્લામાં સિઝનનો 117.73 ટકા વરસાદ વરસી ચુક્યો છે. જેમાં ગીર ગઢડામાં સિઝનનો 99.63 ટકા, કોડીનારમાં 133.70 ટકા, સુત્રાપાડામાં સિઝનનો 187.50 ટકા, તાલાલામાં સિઝનનો 93.84 ટકા,ઉનામાં સિઝનનો 96.88 ટકા, વેરાવળમાં 108.38 ટકા વરસાદ વરસી ચુક્યો છે.
અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ
અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવતા કાળા ડીબાંગ વાદળો ઘેરાયા છે. અમદાવાદના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. અમદાવાદ શહેરના એસજી હાઇવે,બોપલ,ઘુમા, પ્રહલાદનગર, ગોતા સહિતના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. બપોરના ઉકળાટ બાદ વરસાદની શરૂઆત થતા શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી છે.
આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે
ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. આજના દિવસે પણ અનેક જગ્યાએ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાતમાં 13 તારીખે ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા 13 તારીખે વલસાડ,નવસારી , દમણ, ડાંગ, નર્મદા,ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બંગાળમાં લો-પ્રેશરના કારણે વરસાદની સંભાવના છે. ગાજવીજ સાથે સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદની અગાહી કરાઈ છે. અમદાવાદમાં હાલમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. હાલમાં અમદાવાદમાં 38 ડિગ્રી તાપમાન છે. આજે ગાંધીનગર અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. વરસાદનું જોર વધશે સાથે ભારે પવનો ફુંકાવાનું પણ અનુમાન છે.