શોધખોળ કરો

Gujarat Rain: બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બની, આ જિલ્લાઓમાં ભૂક્કા બોલાવશે વરસાદ

બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાઇ છે. બીજી તરફ વધુ એક સિસ્ટમ પણ આકાર લેવા જઇ રહી છે. આ બીજી સિસ્ટમ વધુ મજબૂત બનશે અને ગુજરાતમાં વરસાદનું જોર વધશે.

બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાઇ છે. બીજી તરફ વધુ એક સિસ્ટમ પણ આકાર લેવા જઇ રહી છે. આ બીજી સિસ્ટમ વધુ મજબૂત બનશે અને ગુજરાતમાં વરસાદનું જોર વધશે. હાલ ગુજરાતના કેટલાક વિસ્તારમાં છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બની

હવામાન વિભાગની આગાહી મુજબ  રાજ્યના કેટલાક વિસ્તારોમાંથી  ચોમાસું પરત ફરવાની શરુઆત થશે. ઉત્તર ગુજરાત,કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાંથી ચોમાસુ વિદાય લઇ તેવી શકયતા જોવાઇ રહી છે.  બીજી તરફ બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ આકાર લઇ રહી છે. જેની અસરથી રાજ્યમાં ફરી વરસાદ આવશે. આ સિસ્ટમ બંગાળની ખાડીમાં 25 સપ્ટેમ્બરની આસપાસ બનશે. ત્યારબાદ આ સિસ્ટમ ડિપ્રેશન બનશે અને  આંધ્રપ્રદેશ તરફ ફંટાઇ જશે. હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં આ સિસ્ટમના કારણે 27સપ્ટેમ્બરથી વધુ એક ભારે વરસાદનો રાઉન્ડ આવશે. જો આ સિસ્ટમ મજબૂત જ રહેશે તો 27થી 2 ઓક્ટોબર સુધી વરસાદ વરસશે.

અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા મુજબ, હાલમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ સિવાય, બંગાળની ખાડીમાં 25 સપ્ટેમ્બર બાદ લો પ્રેશર સક્રિય થવાની શક્યતા છે. આ બંને સિસ્ટમની સંયુક્ત અસરથી ગુજરાતના દક્ષિણ ભાગમાં વરસાદનું જોર વધશે. આ આગાહી મુજબ 27 થી 30 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગે આ સંભવિત ભારે વરસાદને ધ્યાનમાં રાખીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે. આ યેલો એલર્ટ હેઠળ આવતા વિસ્તારોમાં નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી સાવચેતીનાં પગલાં ભરવાની સલાહ આપવામાં આવી છે. 

સરેરાશ 108 ટકાથી વધુ વરસાદ

રાજ્યમાં આ વર્ષે પણ ચોમાસું સારુ રહ્યું છે.  સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ગાંધીનગર દ્વારા જણાવાયું છે કે, રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 18 સપ્ટેમ્બર 2025ની સ્થિતિએ સરેરાશ 108 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ પ્રદેશમાં 135 ટકા, ઉત્તર ગુજરાતમાં 118 ટકા, દક્ષિણ ગુજરાતમાં 112 ટકા, પૂર્વ-મધ્યમમાં 110 ટકા, જ્યારે સૌરાષ્ટ્રમાં 93 ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે.

ટોપ સ્ટોરી

Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Embed widget