Rain Update:કમોસમી વરસાદે સર્જી તારાજી, 53 તાલુકામાં ગાજવીજ, ભારે પવન સાથે ધોધમાર વરસ્યો વરસાદ
Rain Update: વેસ્ટર્ન્સ ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. સોમવારે 53 તાલુકામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો

Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે માવઠાએ રાજ્યને ઘમરોળી નાખ્યું છે. રાજ્યના 53 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે હજુ આજે પણ 18 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર થયું છે. સોમવારે ભાવનગરમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. શિહોરમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. 13 તાલુકામાં અડધાથી પોણા ઇંચ વરસાદ વરસ્યો છે.
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ સોમવારે માવઠાના સંકટે ચિતા વધારી છે. મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સોમવારે મોડી સાથે માવઠાએ અમદાવાદને પણ ઘમરોળ્યું અહીં ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડતાં અનેક જ્ગ્યાએ હોર્ડિગ્સ પડી ગયા હતા તો અનેક જગ્યા પાણી ભરાઇ જતા જનજીવન પ્રભાવિત થયું છે.
સાબરકાંઠા જિલ્લામાં સોમવારે વાતાવરણમાં પલટો આવ્યો અને ઘૂળભરી આંધી સાથે અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો, વરસાદના કારણે અહીં વીજળી ગૂલ થઇ જતાં અને અનેક વિસ્તારમાં પાણી ભરાતા જન જીવન બહુ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. ઈડર શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસતા . અનેક વિસ્તારમાં વીજળી ગૂલ થઇ ગઇ હતી. આ વિસ્તારમાં ખાસ કરીને માવઠાથી બાગાયતી પાકને નુકસાન થયું છે.
નવસારીમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો, ગણદેવી, બિલીમોરા, ચીખલી સહિતના વિસ્તારમાં વરસાદે તારાજી સર્જી છે. . અનેક જગ્યાએ કેરીઓ ખરી પડી જતાં ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. બિલીમોરા શહેરમાં વરસાદને કારણે વીજળી ગૂલ થઇ જતાં અંધારપટ છવાઇ ગયો હતો.
સાબરકાંઠાના વડાલીમાં ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે. વડાલી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલે જમાવટ કરી થછે. . વડાલીથી થેરાસણા ગામ તરફ જવાના રસ્તે જ વૃક્ષ ધરાશાયી થતાં રસ્તો બ્લોક થઇ ગયો છે.
માવઠાની અસર કચ્છ જિલ્લામાં પણ જોવા મળી. રાપરના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો ગરમી અને બફારા બાદ પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. આજે કચ્છ અને બનાસકાંઠા સહિત 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે,રાજ્યભર 114 તાલુકામાં દોઢ ઇંચ સુધી વરસાદ પડ્યો છે.





















