શોધખોળ કરો

ગુજરાતમાં વાવાઝોડા અને વરસાદને ધ્યાનમાં રાખતા સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા, લોકોને કરી આ અપીલ

સ્ટેટ ઇમરજન્સી સેન્ટરનો હેલ્પ લાઇન નંબર ૧૦૭૦ અને ડિસ્ટ્રીક ઇમરજન્સી સેન્ટરનો નંબર ૧૦૭૭ જાહેર કરાયો, મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી વચ્ચે સરકાર સતર્ક.

Gujarat storm rain alert: હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાની વ્યાપક આગાહી કરવામાં આવી છે, ત્યારે રાજ્ય સરકારે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધા છે. રાજ્ય સરકારે લોકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને સલામત સ્થળે રહેવા માટે અપીલ કરી છે અને ઇમરજન્સી હેલ્પ લાઇન નંબર પણ જાહેર કર્યા છે.

રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિમાં સાવચેત રહેવા વિનંતી કરવામાં આવી છે. લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવા અને વાવાઝોડા/વરસાદની સ્થિતિમાં સુરક્ષિત સ્થળે આશ્રય લેવા માટે ખાસ અપીલ કરાઈ છે.

ઇમરજન્સી હેલ્પ લાઇન નંબર જાહેર કરાયા:

કોઈપણ અનિવાર્ય સંજોગોમાં જો જરૂર જણાય, તો નાગરિકો મદદ માટે સંપર્ક કરી શકે તે હેતુથી સરકારે ઇમરજન્સી હેલ્પ લાઇન નંબર પણ જાહેર કર્યા છે. નાગરિકો નીચેના નંબર પર સંપર્ક કરી શકે છે:

  • સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર: હેલ્પ લાઇન નંબર ૧૦૭૦
  • ડિસ્ટ્રીક ઇમરજન્સી ઓપરેશન સેન્ટર: હેલ્પ લાઇન નંબર ૧૦૭૭

નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે જરૂર જણાય ત્યારે આ હેલ્પ લાઇન નંબર પર સંપર્ક કરીને મદદ મેળવે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ, ભારે પવન અને કરા પડવાની શક્યતા છે. આ સંભવિત કુદરતી આપત્તિ સામે સરકાર સતર્ક બની છે અને નાગરિકોની સુરક્ષા માટે આગમચેતીના પગલાં રૂપે આ એડવાઇઝરી અને હેલ્પ લાઇન નંબર જારી કર્યા છે. લોકોને હવામાન વિભાગની સૂચનાઓ અને સરકારી માર્ગદર્શનનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે.

રાજ્યમાં આગામી ૫ દિવસ વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં ઉનાળાના માહોલ વચ્ચે અચાનક વાતાવરણમાં આવેલા પલટા અને કમોસમી વરસાદનો દોર આગામી પાંચ દિવસ સુધી યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વીજળીના કડાકા-ભડાકા, ગાજવીજ, ભારે પવન અને બરફના કરા સાથે કમોસમી વરસાદ વરસી શકે છે.

આજે (૫ મે) ક્યાં ક્યાં વરસાદની આગાહી?

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે રાજ્યમાં વીજળીના કડાકા-ભડાકા અને ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. કેટલાક જિલ્લાઓમાં કરા પડવાની પણ આગાહી છે, જેને લઈને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

  • ઓરેન્જ એલર્ટ (વરસાદ અને કરા): કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, મોરબી અને રાજકોટ.
  • ભારે પવન ગાજવીજ સાથે વરસાદ: જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી.

આવતીકાલે (૬ મે) ક્યાં ક્યાં વરસાદની આગાહી?

આવતીકાલે પણ રાજ્યમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાનો માહોલ યથાવત રહેશે. કરા સાથે માવઠાની આગાહી ધરાવતા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે.

  • ઓરેન્જ એલર્ટ (વરસાદ અને કરા): કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, આણંદ, ભરૂચ, નર્મદા, દાહોદ, મોરબી અને રાજકોટ. (નોંધ: આણંદ, ભરૂચ, નર્મદા જિલ્લાનો પણ આવતીકાલના ઓરેન્જ એલર્ટમાં સમાવેશ કરાયો છે).
  • ભારે પવન ગાજવીજ સાથે વરસાદ: જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી.

અમદાવાદનું હવામાન:

અમદાવાદ શહેરમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

તાપમાનમાં ઘટાડો થશે:

આ કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં ૨ થી ૪ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે, જેનાથી ગરમીમાં થોડી રાહત મળી શકે છે. જોકે, કમોસમી વરસાદ અને કરા ખેડૂતોના પાક માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

Embed widget