શોધખોળ કરો

Gujarat Weather : રાજ્યમાં આગામી 2 દિવસ વાતાવરણમાં આવશે પલટો, આ વિસ્તારમાં થશે માવઠું

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આવતીકાલથી ગરમીથી આંશિક રાહત મળશે. તો રાજ્યમાં આ જિલ્લામાં વરસાદ પડશે.

Gujarat Weather :હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આવતીકાલથી ગરમીથી આંશિક રાહત મળશે. તો રાજ્યમાં કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં આગામી 2 દિવસ માવઠુ થઇ શકે છે. ખાસ કરીને
સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતમાં છૂટછવાયો વરસાદનું શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં 27 અને  28 એપ્રિલના રોજ વાદળછાયું વાતાવરણ બની રહશે તો કેટલાક વિસ્તારમાં ફરી માવઠું થઇ શકે છે. તેજ પવન સાથે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં છૂટછવાયો કમોસમી વરસાદ થઇ શકે છે. આગામી બે દિવસ દરમિયાન અમદાવાદ ગાંધીનગર વડોદરા સહિત પવનની ગતિ તેજ રહેશે.

IMD Weather Update: દેશમાં હીટવેવથી મળશે રાહત, અનેક રાજ્યોમાં થશે વરસાદ

એપ્રિલ મહિનાની શરૂઆત ગરમી સાથે થઈ હતી પરંતુ હવે હવામાન વિભાગે ઘણા રાજ્યો માટે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગના અપડેટ મુજબ દેશના ઘણા ભાગોમાં વરસાદ અને કરા પડી શકે છે. આ સાથે હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 5 દિવસ સુધી દેશના કોઈપણ ભાગમાં હીટવેવનો કહેર જોવા નહીં મળે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નવી દિલ્હીમાં આજે આંશિક વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 26 એપ્રિલે લઘુત્તમ તાપમાન 22 અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાઈ શકે છે. આવતીકાલથી આગામી ત્રણ દિવસ સુધી વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 1 સપ્તાહ સુધી વરસાદ અને ગાજવીજ પડી શકે છે.

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં બપોરે અથવા સાંજે આકાશ મુખ્યત્વે સ્વચ્છ અને આંશિક વાદળછાયું રહેશે. અહીં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાઈ શકે છે જે મહત્તમ 35 ડિગ્રી સુધી પહોંચી જશે. ગાઝિયાબાદમાં દિવસ દરમિયાન આકાશ સ્વચ્છ રહેશે, જો કે, બપોર સુધી આંશિક વાદળછાયું બની શકે છે. અહીં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી સુધી જઈ શકે છે.

દેશના અનેક ભાગોમાં વરસાદની શક્યત

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ દેશના ઘણા ભાગોમાં વરસાદની સંભાવના છે. રિપોર્ટ અનુસાર, આજથી 27 એપ્રિલ સુધી પૂર્વ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ગાજવીજ સાથે હળવો વરસાદ જોવા મળી શકે છે. દક્ષિણ ભારતની વાત કરીએ તો, આંધ્રપ્રદેશ, કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં, પુડુચેરી અને કારઈકલમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસશે.  આ સાથે હળવા ઝાપટા પણ પડી શકે છે. તામિલનાડુ અને તેલંગણામાં 27 એપ્રિલ સુધી મૂશળધાર વરસાદની સંભાવના છે.

આ વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે

હવામાન વિભાગની આગાહી અનુસાર, મધ્ય મહારાષ્ટ્ર અને કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. આગામી પાંચ દિવસ દરમિયાન મરાઠવાડા અને ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે. આ સિવાય પહાડી વિસ્તારોમાં પણ હવામાન વરસી શકે છે. IMD અનુસાર, 26 એપ્રિલથી 29 એપ્રિલ સુધી પશ્ચિમ હિમાલય વિસ્તારમાં હળવા/મધ્યમ છૂટાછવાયા વરસાદ સાથે હિમવર્ષા થવાની સંભાવના છે.

હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ અનુસાર, આજે એટલે કે 26 એપ્રિલે તમિલનાડુ, કેરળ, કર્ણાટક, તેલંગણા, વિદર્ભ, આંધ્રપ્રદેશ અને ઓડિશાના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલયના ભાગો, નાગાલેન્ડ, સિક્કિમ, આંતરિક કર્ણાટકના ભાગો, મરાઠવાડા અને ઉત્તરાખંડમાં એક કે બે જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જમ્મુ અને હિમાચલમાં પણ વરસાદની સંભાવના છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
Pushpa 2 The Rule Trailer:  'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન
Pushpa 2 The Rule Trailer: 'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Advertisement
ABP Premium

વિડિઓઝ

The Sabarmati Report: 'સત્ય સામે આવી જાય છે..': PM મોદીએ ગોધરા કાંડ પર બનેલી ફિલ્મના કર્યા વખાણPatan News: પાટણ મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનાને લઈ મોટા સમાચારSurat Hit and Run: સુરતમાં બેફામ ડમ્પર ચાલકોનો કહેર, પાલ વિસ્તારમાં પૂરઝડપે પસાર થઈ રહેલા ડમ્પર ચાલકે વિદ્યાર્થીને ઉડાવ્યોAnand Crime : આણંદમાં ભાજપના કાઉન્સિલરે યુવતી પર દુષ્કર્મ ગુજારતા ખળભળાટ, યુવતીએ શું કર્યો ધડાકો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
Pushpa 2 The Rule Trailer:  'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન
Pushpa 2 The Rule Trailer: 'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
IPL 2025 Mega Auction: પંજાબે રિષભ પંતને 29 કરોડમાં ખરીદ્યો, કેએલ રાહુલ પર પણ લાગી કરોડોની બોલી
IPL 2025 Mega Auction: પંજાબે રિષભ પંતને 29 કરોડમાં ખરીદ્યો, કેએલ રાહુલ પર પણ લાગી કરોડોની બોલી
Health Tips: પુરૂષોની સરખામણીમાં મહિલાઓની ઊંઘ વધુ થઈ રહી છે ખરાબ,ચોંકાવનારું છે તેની પાછળનું કારણ
Health Tips: પુરૂષોની સરખામણીમાં મહિલાઓની ઊંઘ વધુ થઈ રહી છે ખરાબ,ચોંકાવનારું છે તેની પાછળનું કારણ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Embed widget