Rain Updates: આગામી સાત દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી, ક્યાં-ક્યાં પડશે ? જાણો
Rain News Updates: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભીષણ ગરમી પડી રહી છે, હવે ગુજરાતવાસીઓ માટે એક મોટા અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે
Rain News Updates: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભીષણ ગરમી પડી રહી છે, ક્યાંક ક્યાંક તાપમાનનો પારો 45 ડિગ્રીથી ઉપર પહોંચી રહ્યો છે, ત્યારે હવે ગુજરાતવાસીઓ માટે એક મોટા અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં આગામી સાત દિવસમાં ભરપૂર વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, જામનગરથી લઇને જુનાગઢ અને નવસારી, સુરત, વલસાડ સુધી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે.
રાજ્યમાં કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં ચોમાસાના વરસાદની શરૂઆત આગામી દિવસોમાં થઇ શકે છે. માહિતી પ્રમાણે, રાજ્યમાં આગામી સાત દિવસમાં વરસાદી માહોલ રહેવાનો છે. આજથી વરસાદની શરૂઆત થશે, જેમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટમાં આજે વરસાદ વરસીદ શકે છે. આ ઉપરાંત આજે જામનગર, પોરબંદર, જૂનાગઢમાં વરસાદની આગાહી છે. આજે અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, સુરત, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ અને હવામાન આગાહીકારોના મતે આજે પણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. લેટેસ્ટ વેધર અપડેટ પ્રમાણે, રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ જામેલો રહેશે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ સહિતના જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સુરત, ડાંગ, તાપી, નવસારી, પંચમહાલ, દાહોદ અને અમરેલી જિલ્લામાં વરસાદની આગાહી છે. આજે ભાવનગર, ગીર સોમનાથ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી
દેશનાં ઘણાં રાજ્યો અત્યારે ભારે ગરમી અને હીટવેવનો સામનો કરી રહ્યાં છે. હીટવેવને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. હીટવેવના કારણે દિલ્હી, યુપી, રાજસ્થાન, બિહાર, ઝારખંડ અને મધ્યપ્રદેશમાં હાલત ખરાબ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી ચાર દિવસમાં દેશના ઘણા રાજ્યોમાં વરસાદ (Rain) પડી શકે છે.
અનેક રાજ્યોમાં પારો 50 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. જો કે કેટલાક રાજ્યોમાં હળવા વરસાદ (Rain)ને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. આ પછી પણ તાપમાન 43 થી 44 ડિગ્રી વચ્ચે રહે છે. દિલ્હી, યુપી, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બિહારના લોકો આ સમયે ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારમાં 6 જૂને ચોમાસું (Monsoon) આવી ગયું છે. ચોમાસું (Monsoon) હવે રત્નાગીરી અને સોલાપુર તરફ આગળ વધી રહ્યું છે. 9-10 જૂન સુધીમાં મુંબઈમાં ચોમાસુ આવી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 27 જૂન સુધીમાં દિલ્હીમાં ચોમાસું (Monsoon) આવી શકે છે. આ પહેલા દિલ્હીમાં હળવો પ્રી-મોન્સૂન વરસાદ (Rain) થઈ શકે છે, જેના કારણે લોકોને રાહત મળી શકે છે. તે જ સમયે, ઉત્તર પ્રદેશમાં, 24 થી 25 જૂનની આસપાસ રાજધાની લખનૌમાં ચોમાસું (Monsoon) આવી શકે છે, ત્યારબાદ સારો વરસાદ (Rain) થઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 20 જૂન સુધીમાં ચોમાસું (Monsoon) રાજસ્થાનમાં પ્રવેશી શકે છે. આ પછી રાજ્યમાં સારો વરસાદ (Rain) પડી શકે છે અને લોકોને ગરમીથી પણ રાહત મળશે.
IMD અનુસાર બિહારમાં 10 થી 12 જૂનની વચ્ચે ચોમાસું (Monsoon) આવી શકે છે. જો ઝારખંડની વાત કરીએ તો અહીં 15 જૂન સુધીમાં ચોમાસું (Monsoon) પાંચ દિવસના વિલંબ સાથે પ્રવેશ કરશે.