Rain Forecast: આજે આ 15 જિલ્લામાં આંધી-વંટોળ સાથે ભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે આપ્યુ એલર્ટ
Rain Forecast News: હાલમાં જ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે કે, આજે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે

Rain Forecast News: દેશભરમાં ચોમાસુ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, ગુજરાતમાં ચોમાસાની રાહ જોવાઈ રહી છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આજે પણ વરસાદની મોટી આગાહી કરી છે. આજે 15 જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહી ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે રાહતના સમાચાર લઈને આવી છે, જ્યાં લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે છે.
ગુજરાતમાં એક-બે દિવસ બાદ વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઇ જશે. દક્ષિણ બાદ ઉત્તરના રાજ્યોમાં ચોમાસું એક્ટિવ થશે, પરંતુ હાલમાં વરસાદે કેટલાક ભાગોમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. હાલમાં જ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે કે, આજે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે. હવામાનના તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં આજે 15 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, ચાર જિલ્લામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદનું અનુમાન સેવાઇ રહ્યું છે. આજે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અરવલ્લી, મહિસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 15 જૂનના રોજ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વડોદરા, નવસારી, વલસાડ, છોટા ઉદેપુર, દમણ અને દાદરા નગર હવેલીમાં મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ અને અમદાવાદમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 16 જૂનના રોજ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, અમદાવાદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વડોદરા, નવસારી, વલસાડ, છોટા ઉદેપુર, દમણ અને દાદરા નગર હવેલીમાં મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે માત્ર કચ્છમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.




















