શોધખોળ કરો

Surat: દક્ષિણ ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, સુરતના ડિંડોલી વિસ્તારમાં પ્રથમ વરસાદમાં જ ભરાયા પાણી

દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે પ્રિ-મોનસૂન એક્ટિવિટી અંતર્ગત મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે પ્રિ-મોનસૂન વરસાદ શરૂ થયો.
  • ખેડૂતોમાં આનંદ, ગરમીથી લોકોને મોટી રાહત મળી.
  • સુરત-વલસાડમાં વરસાદથી પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખુલી ગઈ.
  • ગરનાળા અને મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહનચાલકો ફસાયા.

દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે પ્રિ-મોનસૂન એક્ટિવિટી અંતર્ગત મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં સવારથી જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. લાંબા સમયની રાહ બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહી છે અને આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. જો કે, બીજી તરફ સુરત અને વલસાડ જેવા મોટા શહેરોમાં પ્રથમ સામાન્ય વરસાદમાં જ સ્થાનિક વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાની પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે.

સુરત શહેરમાં આજે અડધો ઈંચ, અરેઠમાં એક ઈંચ જ્યારે મજુરાગેટ, ઉધના અને લિંબાયત જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સામાન્ય વરસાદના કારણે ડિંડોલીના ભીમનગર રેલવે ગરનાળામાં તેમજ ઉધના અને લિંબાયતને જોડતા રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા. ઉધના દરવાજા સામેના મુખ્ય માર્ગો નદીમાં ફેરવાઈ જતાં વાહનચાલકો ભારે હાલાકીમાં મુકાયા હતા. સ્થાનિકો રોષે ભરાયા છે કે હજુ સત્તાવાર ચોમાસું બેઠું નથી ત્યાં જ જો મનપાના પ્રિ-મોનસૂન પ્લાન પર પાણી ફરી વળ્યું હોય, તો આગામી દિવસોમાં ભારે ચોમાસા દરમિયાન શહેરની શું સ્થિતિ થશે? આ સિવાય સુરતના ગ્રામ્ય વિસ્તારો જેવા કે પલસાણા, માંડવી અને ઉમરપાડામાં પણ વીજળીના કડાકા સાથે સારો વરસાદ નોંધાયો છે.

સુરતમાં પ્રથમ વરસાદમાં જ મનપાની પોલ ખુલી છે. સુરત શહેરના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. ડિંડોલી વિસ્તારમાં પ્રથમ વરસાદમાં જ પાણી ભરાયા છે. ડિંડોલીના ભીમનગર રેલવે ગરનાળામાં પાણી ભરાયા હતા. રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 

આ પણ વાંચોઃ રાજ્યમાં ચોમાસાના આગમનની કેટલી જોવી પડશે રાહ? જાણો હવામાન વિભાગની આગાહી

વલસાડ અને વાપીમાં પણ મોડી રાતથી જ વરસાદી માહોલ જામ્યો હતો. વાપીના સલવાવ ગુરુકુળ સામે નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર પાણી ભરાઈ જતાં રાહદારીઓ અટવાયા હતા, જ્યારે વલસાડના મોગરાવાડી ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. આ તરફ નવસારી શહેરના ધાનેરા પોઈન્ટ, સ્ટેશન રોડ અને ચીખલીના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ વરસેલા વરસાદને પગલે હાઈવે પર વિઝિબિલિટી ઘટી હતી, પરંતુ લોકોને ગરમીથી મોટી રાહત મળી છે.

નવસારી જિલ્લામાં પ્રિમોન્સૂન એક્ટિવીટીના ભાગરૂપે વરસાદ વરસ્યો હતો. સવારથી જ નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. આ તરફ ચીખલીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે હાઈવે પર વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો.ગઈકાલે પણ નવસારીમાં વરસાદ વરસ્યો હતો.આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સમાન છે. હજુ પણ સારો વરસાદ વરશે તેવી ખેડૂતો આશા રાખીને બેઠા છે.તો આ તરફ લોકોને ગરમી અને ઉકળાટથી પણ રાહત મળી છે.

Frequently Asked Questions

દક્ષિણ ગુજરાતમાં કયા જિલ્લાઓમાં વરસાદ શરૂ થયો છે?

દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. આ વરસાદથી ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી છે.

સુરત અને વલસાડમાં પ્રથમ વરસાદની શું અસર જોવા મળી?

સુરતમાં ડિંડોલીના ભીમનગર ગરનાળામાં અને વલસાડના મોગરાવાડી ગરનાળામાં પાણી ભરાયા હતા. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

આ પ્રિ-મોનસૂન વરસાદથી ખેડૂતોને શું લાભ થયો છે?

લાંબા સમયની રાહ બાદ આવેલા વરસાદથી ખેડૂતોમાં ભારે ખુશી છે. આ વરસાદ તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થશે અને તેઓ વધુ વરસાદની અપેક્ષા રાખી રહ્યા છે.

વરસાદને કારણે મહાનગરપાલિકાની પ્રિ-મોનસૂન કામગીરી કેવી રહી?

પ્રથમ સામાન્ય વરસાદમાં જ સુરત અને વલસાડમાં મહાનગરપાલિકાની પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખુલ્લી પડી. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
Embed widget