શોધખોળ કરો

Rain forecast: નવરાત્રિ અને મેચના રંગમાં ભંગ પાડશે વરસાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ જિલ્લામાં વરસાદની આગાહી

નવરાત્રિ 15 ઓક્ટોબરથી શરૂ થઇ રહી છે તો 14 ઓક્ટોબરે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં વર્લ્ડ કપની ભારત પાકિસ્તાની  મેચ પણ છે આ સમયે વરસાદ કેટલો વિઘ્નરૂપ બનશે તો જાણીએ

Gujarat Rain forecast:નવરાત્રિને હવે 2 દિવસનો જ સમય છે ત્યારે આગામી સપ્તાહ હવામાન કેવું રહેશે તે જાણવુ જરૂરી છે. હવામાન વિભાગે છુટછવાયા વરસાદના સંકેત આપ્યાં છે. 14 ઓક્ટોબરે ભારત પાકિસ્તાની મેચ અમદાવના નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં રમનાર છે. જો કે 14 ઓક્ટોબરે મેચમાં વરસાદની નહિવત શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.   . વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે નવરાત્રીના  રંગમાં ભંગ પડી શકે છે.  પહેલા બે નોરતામાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.  સમય દરમિયાન સાબરકાંઠા બનાસકાંઠા સહિતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. રાજ્યમાં તાપમાન 35 થી 37 ડિગ્રી રહેશે.   

વર્લ્ડ કપ 2023ની સૌથી મોટી મેચ 14 ઓક્ટોબર શનિવારના રોજ  અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવા જઈ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આ મેચ રમાવાની છે. મેચને લઇને ક્રિકેટ રસિયામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગઇકાલે પાકિસ્તાનની મેચ નેટ પ્રેકટિસ કરી હતી. મહામુકાબલો જોવા ક્રિકેટ રસિયા આતુર છે.

વેસ્ટર્ન  ડિસ્ટર્બન્સના કારણે હવામાન વિભાગે આગામી 3થી4 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરી છે પરંતુ અમદાવાદમાં 14ઓક્ટોબરે વરસાદની શકયતા નહિવત હોવાથી વરસાદ મેચમાં વિઘ્ન રૂપ નહિ બને તેવી શક્યતા જોવાઇ રહી છે.

આ હાઈ-વોલ્ટેજ મેચની રોમાંચક તૈયારીઓ કરવામાં આવી છે. ભારત- પાકિસ્તાન મેચમાં પ્રેક્ષકો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એકસ્ટ્રા AMTS અને BRTS બસો દોડાવવાનો નિર્ણય લીધો છે. AMTSની ચાંદખેડા રૂટ ઉપરાંત 50 એક્સ્ટ્રા બસો દોડશે. પૂર્વ અને પશ્ચિમ એમ બંનેના કુલ પાંચ સ્થળોએ જવા 50 બસો મૂકવામાં આવી છે. BRTSની પણ રૂટ ઉપરાંત 22 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. સવારે 8 વાગ્યાથી રાત્રે 1 વાગ્યા સુધી AMTS અને BRTS નાગરિકો માટે ચાલુ રહેશે.       

AMTS કમિટિના ચેયરમેને કહ્યું હતું કે મોટેરા- ચાંદખેડા તરફ હાલમાં કુલ 49 બસ દોડી રહી છે. ઉપરાંત એકસ્ટ્રા 50 બસો દોડાવવામાં આવશે. મણિનગર,ઓઢવ, ગીતામંદિર, નારોલ, વાસણા અને ઉજાલા સર્કલ સુધી આ બસો જશે. રાત્રીના મેચ પૂર્ણ થયા બાદ આ લોકેશન પર જવા માટે પ્રેક્ષકોએ 20 રૂપિયા ભાડુ ચૂકવવું પડશે. કોઈપણ જગ્યાએ જવું હોય તો તેઓને 20 રૂપિયા ચૂકવવાના જ રહેશે. 30 જેટલા અધિકારીઓ- કર્મચારીઓ ફિલ્ડમાં હાજર રહેશે.            

અમદાવાદ જનમાર્ગના જનરલ મેનેજર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કહ્યું હતું કે  ચાંદખેડા- ઝુંડાલના રૂટ પર હાલ 45 BRTSની બસ દોડે છે. ત્યારે મેચના દિવસે વધારાની 22 જેટલી બસ મૂકવામાં આવશે. એટલે કે કુલ કુલ 47 બીઆરટીએસ બસ દોડશે.  BRTSની 22 એક્સ્ટ્રા બસો સવારે 11 વાગ્યાથી રાતે 1 વાગ્યા સુધી દોડશે. ચાંદખેડા-ઝુંડાલ રૂટની તમામ 45 બસો પણ રાત્રે એક વાગ્યા સુધી દોડશે. મેચના દિવસે કુલ 40 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ પણ મોડી રાત સુધી હાજર રહેશે. અમદાવાદમાં ભારત -પાકિસ્તાન મેચ દરમ્યાન BRTS બસો દોડાવાશે તેમજ શહેરમાં બંધ 1300 સ્ટ્રીટ લાઈટ ઝડપથી ચાલુ કરવા પણ સૂચના આપવામાં આવી છે.

 આ પણ વાંચો

યુદ્ધની વચ્ચે ઇઝરાયેલમાં રહેતી ગુજરાતી યુવતીએ શેર કર્યો વીડિયો, વર્ણવી ત્યાંની તાજા સ્થિતિ, જાણો શું કહ્યું ?

ખાલિસ્તાન સમર્થકોની ધમકી બાદ ભારત સરકાર એલર્ટ, વિદેશ મંત્રી જયશંકરને મળશે Z શ્રેણીની સુરક્ષા

Israel Hamas War: પીએમ ઈઝરાયલ- હમાસના યુદ્ધ વચ્ચે PM મોદીએ આપ્યું મહત્વનું નિવેદન, કહ્યું, આ સંઘર્ષ.....’

'હમાસના આતંકવાદીએ સગર્ભા મહિલાનું પેટ ફાડી નાખ્યું, અજન્મા બાળક પર ચાકુના ઘા માર્યા', ક્રૂરતાની તમામ હદ વટાવી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

DevBhumi Dwarka: ખંભાળિયામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ
DevBhumi Dwarka: ખંભાળિયામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ
Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી
IND W vs SA W 3rd ODI: અંતિમ વનડેમાં ભારતે સાઉથ આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું, સીરીઝમાં 3-0થી કર્યું ક્લીન સ્વીપ
IND W vs SA W 3rd ODI: અંતિમ વનડેમાં ભારતે સાઉથ આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું, સીરીઝમાં 3-0થી કર્યું ક્લીન સ્વીપ
Rajkot Rain: રાજકોટ જિલ્લાના જસદણમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
Rajkot Rain: રાજકોટ જિલ્લાના જસદણમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
Advertisement
metaverse

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | અમેરિકાથી ઈન્ડિયાનું ડ્રગ્સ કનેક્શનHu to Bolish | હું તો બોલીશ | પરીક્ષાની સિસ્ટમ લીક!Shaktisinh Gohil: દેશમાં સૌથી વધારે ડ્રગ્સ ગુજરાતમાં પકડાય છે, ભાજપના મળતીયાઓ હપ્તા લે છેRushikesh Patel: જવાહરભાઇ નારાજ હશે તો તેની નારાજગી દૂર કરવામાં આવશે: ઋષિકેશ પટેલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
DevBhumi Dwarka: ખંભાળિયામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ
DevBhumi Dwarka: ખંભાળિયામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ
Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી
IND W vs SA W 3rd ODI: અંતિમ વનડેમાં ભારતે સાઉથ આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું, સીરીઝમાં 3-0થી કર્યું ક્લીન સ્વીપ
IND W vs SA W 3rd ODI: અંતિમ વનડેમાં ભારતે સાઉથ આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું, સીરીઝમાં 3-0થી કર્યું ક્લીન સ્વીપ
Rajkot Rain: રાજકોટ જિલ્લાના જસદણમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
Rajkot Rain: રાજકોટ જિલ્લાના જસદણમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી
Gujarat Rain: અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી
સફેદ સાડીમાં આ અંદાજમાં ઝહીર ઈકબાલની દુલ્હન બની સોનાક્ષી સિન્હા, જુઓ કપલની પ્રથમ તસવીરો
સફેદ સાડીમાં આ અંદાજમાં ઝહીર ઈકબાલની દુલ્હન બની સોનાક્ષી સિન્હા, જુઓ કપલની પ્રથમ તસવીરો
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાએ જમાવટ બોલાવી, સાવરકુંડલા, ધારી, લાઠી,ખાંભામાં વરસાદ
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાએ જમાવટ બોલાવી, સાવરકુંડલા, ધારી, લાઠી,ખાંભામાં વરસાદ
Gir Somnath Rain: ગીર સોમનાથના તાલાલા પંથકમાં બે ઈંચ વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Gir Somnath Rain: ગીર સોમનાથના તાલાલા પંથકમાં બે ઈંચ વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Embed widget