શોધખોળ કરો

રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, ગુજરાતમાં હજુ પણ વરસાદની 7 ટકા ઘટ

અત્યારસુધી રાજ્યમાં ૧૨  ઈંચ સાથે મોસમનો ૩૬% વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં આગામી પાંચ દિવસ પડી શકે છે વરસાદ. આ આગાહી કરી છે હવામાન વિભાગે. જેમાં આગામી 2 દિવસમાં સામાન્ય વરસાદ પડી શકે છે. હવામાન વિભાગનું માનીએ તો સાઉથ વેસ્ટ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ પર હળવું દબાણ સર્જાયુ છે. જેથી ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેવાની સંભાવના છે. જો કે ચાર ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદની તિવ્રતામાં વધારો થઈ શકે છે. રાજ્યમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી સામાન્ય  વરસાદ જ રહેશે.

હવામાન વિભાગે ગીર, સોમના, નવસારી, પોરબંદર, વલસાડ સહિત પથંકમાં વરસાદ પડી શકે છે તેવું જણાવ્યું છે, આ તરફ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, તેમજ દીવ દમણ, અને દાદરાનગર હવેલીમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર વિરામ લીધો. અત્યારસુધી રાજ્યમાં ૧૨  ઈંચ સાથે મોસમનો ૩૬% વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ ગત વર્ષે ૨ ઓગસ્ટ સુધી ૧૪ ઈંચ સાથે મોસમનો ૪૩% વરસાદ નોંધાઇ ચૂક્યો હતો. આમ, ગત વર્ષની સરખામણીએ વરસાદ હજુ ૭% ઓછો નોંધાયો છે.

રાજ્યમાંથી અત્યાર સુધી કચ્છમાં 5.51 ઈંચ સાથે મોસમનો 31.61 ટકા,  ઉત્તર ગુજરાતમાં ૮.૭૦ ઈંચ સાથે મોસમનો ૩૦.૭૮% , પૂર્વ મધ્ય ગુજરાતમાં ૧૦.૭૦ ઈંચ સાથે મોસમનો ૩૩.૭૯%, સૌરાષ્ટ્રમાં ૯.૨૫ ઈંચ સાથે મોસમનો ૩૩.૪૭% અને દક્ષિણ ગુજરાતમાં ૨૨.૫૫ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૩૯.૧૮% વરસાદ નોંધાઇ ચૂક્ય છે.

રાજ્યમાં હાલ બે જ તાલુકા એવા છે જ્યાં ૩૯.૩૭ ઈંચથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. રાજ્યમાં જૂનમાં કુલ ૪.૭૩ ઈંચ, જુલાઇમાં ૬.૯૫ ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ ગત વર્ષે જૂનમાં ૪.૮૩ ઈંચ અને જુલાઇમાં ૯ ઈંચ વરસાદ નોંધાઇ ચૂક્યો હતો. આમ, અનેક જિલ્લામાં સારો વરસાદ ખેંચાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.તો આ તરફ છેલ્લા 7 વર્ષમાં જુલાઈમાં પડેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો 2020માં 9.14 ઈંચ, 2019માં 8.89 ઈંચ, 2018માં 15.30 ઈંચ, 2017 21.03 ઈંચ, 2016માં 8.97 ઈંચ અને 2015માં 15.73 ઈંચ વરસાદ પડ્યો.

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

વિડિઓઝ

Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
Embed widget