શોધખોળ કરો

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત ,સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરી

અરબી સમુદ્રમાં ચોમાસું સક્રિય થયું છે.  હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત ,સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી શકે છે.

ગાંધીનગર:  અરબી સમુદ્રમાં ચોમાસું સક્રિય થયું છે.  હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત ,સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. આ સાથે અમદાવાદ,ખેડા,અને આણંદમાં વરસાદની આગાહી હવામાન તરફથી કરવામાં આવી છે.  14 અને 15 જૂને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી,તાપી, વલસાડ,ડાંગ સહિતના અન્ય વિસ્તારમાં  વરસાદ વરસી શકે છે. દમણ અને દીવમાં વરસાદની સંભાવના છે.  

અમરેલી જિલ્લામાં સતત પાંચમા દિવસે મેઘરાજાની પધરામણી

ધારીના ચલાલા પંથકમાં અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ મેઘરાજા ની પધરામણી થઈ  છે. ગોપાલગ્રામ અને હાલરીયા સહિતના ગામોમાં વરસાદ શરૂ થયો છે. વરસાદી માહોલ છવાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બનાસકાંઠા જિલ્લાના વાતાવરણ માં પલ્ટો આવ્યો છે. પાલનપુર શહેર માં વરસાદી માહોલ છવાયો છે અને વરસાદી છાંટાની શરૂઆત થઈ છે.

અમરેલીના વડીયા કુંકાવાવ પંથકમાં બીજા દિવસે વાતાવરણ મા પલટો આવ્યો છે. વાવડી રોજ,ભાયાવદર ચોકી સહિતના ગામોમાં પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

અમરેલીના લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. લાઠી નજીક રાજકોટ ભાવનગર હાઇવે પર વરસાદ છે તો લાઠી ના ચાંવડ અને દામનગરમાં વરસાદ પડ્યો છે.

રાજકોટ જીલ્લાના ગોંડલ પંથકમાં વરસાદ પડી રહ્યો છે. રાણસિખી અને દેરડીકુભાજીમાં વાવાણીલાયક વરસાદ પડી રહ્યો છે. છેલ્લા એક કલાકથી અહીં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશાલીનો માહોલ છે.

વડોદરાના કરજણ પંથકમાં વાતાવારણમાં પલટો આવ્યો..કજરણના ધાવટ ચોકડી, પાદરા રોડ, નીયા ગામમાં વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો..કરજણ તાલુકાના ધાવટ ચોકડથી શિનોર તાલુકા હદ વિસ્તાર સુધી તો કુરાલી ગામ ચોકડથી નારેશ્વર તરફ દેરોલી ગામ સુધી વરસાદ વરસી રહ્યો છે...વીજળીના કડાકા સાથે શરૂ થયેલા વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે.

દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે..સુરત, વલસાડ, નવસારી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો..નવસારીમાં થોડા કલાકોના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો...ગણદેવી તાલુકા વિસ્તારમાં  વરસાદ પડી રહ્યો છે...ખારેલ, એંધલ, સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો...સવારે પણ ગણદેવી, ખેરગામ સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પડ્યો.. વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે...જો કે વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
Mahakumbh 2025:  મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા
Mahakumbh 2025: મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Uttarayan 2025 : અમદાવાદમાં ઉત્તરાયણ માટે પોળોના ધાબાના ભાડામાં ધરખમ વધારોRedmi 14C 5G Launch In India: શાઓમી ઈન્ડિયાએ રેડમી 14-C 5G સ્માર્ટફોન લોન્ચ કર્યોBrijraj Gadhvi Vs Devayat Khawad : બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે સમાધાન બાદ ફરી ડખોGujarat Government: સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનથી બાળકોને દૂર રાખવા રાજ્ય સરકાર ગાઇડલાઈન બહાર પાડશે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
Mahakumbh 2025:  મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા
Mahakumbh 2025: મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા
ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ -
ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ - "હવે માફી માગું તો ડાયરા મુકી દઈશ"
Stock Market: બે વર્ષમાં 171% નફો આપનાર આ મલ્ટિબેગર સ્ટોક મળી રહ્યો છે સસ્તામાં, શું તેમાં રોકાણ કરવું યોગ્ય રહેશે?
Stock Market: બે વર્ષમાં 171% નફો આપનાર આ મલ્ટિબેગર સ્ટોક મળી રહ્યો છે સસ્તામાં, શું તેમાં રોકાણ કરવું યોગ્ય રહેશે?
Rajpal Singh Yadav Passes Away:  અખિલેશ યાદવના કાકાનું નિધન, સમાજવાદી પરિવારમાં શોકની લહેર
Rajpal Singh Yadav Passes Away: અખિલેશ યાદવના કાકાનું નિધન, સમાજવાદી પરિવારમાં શોકની લહેર
દિલ્હી ચૂંટણી પહેલા INDIA ગઠબંધનનું The End! ઓમર અબ્દુલ્લાએ કહ્યું – પૂરું કરો બધું....
દિલ્હી ચૂંટણી પહેલા INDIA ગઠબંધનનું The End! ઓમર અબ્દુલ્લાએ કહ્યું – પૂરું કરો બધું....
Embed widget