શોધખોળ કરો

રાજ્યમાં હજુ પણ વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં પડશે માવઠું, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ભાવનગરના ઘોઘા રો રો ફેરીનું સિગ્નલ પણ ક્ષતિગ્રસ્ત થઈને કોળિયાક નિષ્કલંક મહાદેવ દરિયામાં ઘસી આવ્યુ હતુ.

રાજ્યમાં હજુ બે દિવસ વરસશે કમોસમી વરસાદ. હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 4 ડિસેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદનું જોર રહેવાની આગાહી છે. આજે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ઉભું થયેલું લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં વરસાદી માહોલ ઉભો થયો છે.

આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે. ગીર સોમનાથના ઉનાના નવાબંદરેથી 8 માછીમારો દરિયામાં બોટ તૂટી જવાના કારણે ગુમ થયા છે. જેમની હાલ સ્થાનિક વહીવટી તંત્ર અને કોસ્ટગાર્ડ તરફથી તપાસ કરવામાં આવી રહી છે.

રો રો ફેરી રદ્દ

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ભાવનગરના ઘોઘા રો રો ફેરીનું સિગ્નલ પણ ક્ષતિગ્રસ્ત થઈને કોળિયાક નિષ્કલંક મહાદેવ દરિયામાં ઘસી આવ્યુ હતુ. ઘોઘા રો રો ફેરી સર્વિસ માટે દરિયામાં રાખવામાં આવેલ રસ્તાનું સિગ્નલ એંકરથી ટુટીને નિષ્કલંક મહાદેવ મંદિરની બાજુમાં ઘસી આવ્યુ હતુ. જો કે રોરો ફેરી સર્વિસના કર્મચારીઓએ સિગ્નલને પરત લઈ જવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ દરિયો એટલો તોફાની હોવાથી તેમના પ્રયાસો નિષ્ફળ ગયા હતા.

આ તરફ ઘોઘાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળતા હજીરાથી ઉપડનારી રો રો ફેરી સર્વિસ પણ શરૂ થઈ શકી નહોતી. ઘોઘા પર 300થી વધુ મુસાફરો જહાજમાં ગોઠવાઈ ગયા હતા. જો કે દરિયામાં ભારે કરંટ હોવાથી રો રો ફેરી સર્વિસ આગળ વધી શકી નહોતી.

પોલીસ ભરતીમાં હવે માવઠાનું વિઘ્ન

પહેલા ભરૂચ અને સુરત વાવ, અમરેલી, સુરેંદ્રનગર, ખેડા, નડિયાદમાં  યોજાનારી શારીરિક કસોટી કમોસમી વરસાદને કારણે રદ કરાયા બાદ હવે ગોધરામાં પણ શારીરિક કસોટી રદ કરવામાં આવી છે. ગોધરાના SRP ગ્રુપ પાંચ ખાતે 3 ડિસેમ્બરના પોલીસ સબ ઈંસ્પેકટર અને લોકરક્ષકની શારીરિક કસોટી યોજાવાની હતી. પરંતું હવે આ કસોટી રદ કરવામાં આવી છે. ટૂંક સમયમાં પોલીસ ભરતી બોર્ડ તરફથી નવી તારીખોની જાહેરાત કરવામાં આવશે.

આ તરફ PSI, LRDની શારીરિક પરીક્ષાને લઈને બીજો કોલ લેટર રદ કરાવા માટે ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા છે. વિદ્યાર્થીઓએ અનુભવ મેળવવા માટે PSI માટે અરજીઓ કરી હતી. જોકે બાદમાં લોકરક્ષકની ભરતી પડતા PSI અને લોકરક્ષક બંનેના કોલ લેટર ઈશ્યુ થયા છે. બંને ફોર્મ ભરનારા ઉમેદવારોમાં પ્રથમ કોલ લેટર પર જ શારીરિક કસોટી લેવામાં આવશે.

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget