શોધખોળ કરો

4થી 6 જૂન દરમિયાન ગુજરાતના આ વિસ્તારમાં વરસાદની આગાહી, જાણો વર્ષ 2021નું ચોમાસું કેવું રહેશે અને કેટલો વરસાદ પડશે

હવામાન વિભાગે વર્ષ 2021નું ચોમાસું નૈઋત્યનું અને સામાન્ય રહેવાની આગાહી કરી છે.

રાજ્યમાં હવે ટૂંક સમયમાં પ્રીમોન્સૂન એક્ટિવીટીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેના ભાગરૂપે અનેક જિલ્લામાં 4થી 6 જૂન દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 જૂનના દમણ, દાદરાનગર હવેલી, દાહોદ, આણંદ, ભાવનગર, અમરેલી, 5 જૂને બોટાદ, રાજકોટ, જૂનાગઢ, હીર સોમનાથ દીવ જ્યારે છ જૂનના દમણ, દાદરાનગર હવેલી ભાવનગર, મોરબી, કચ્છ અને દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં જૂનના ત્રીજા સપ્તાહથી ચોમાસાનો પ્રારંભ થઈ શકે છે.

હવામાન વિભાગે આ વર્ષનું ચોમાસું કેવું રહેશે તેને લઈને  આગાહી કરી છે. હવામાન વિભાગે વર્ષ 2021નું ચોમાસું નૈઋત્યનું અને સામાન્ય રહેવાની આગાહી કરી છે. જેમાં દેશભરમાં જૂનથી સપ્ટેબર સુધીમાં 96થી 104 ટકા જેટલો વરસાદ વરસશે.  ઉત્તર પશ્ચિમ ભારતમાં 92થી 108 ટકા, દક્ષિણ ભારતમાં 93થી 107 ટકા, અને ઉત્તર પૂર્વ ભારતમાં 95 ટકાથી ઓછો વરસાદ પડશે. જ્યારે મધ્ય ભારતમાં 106 ટકા જેટલો વરસાદ પડવાનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.

રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી વચ્ચે બપોર બાદ ડાંગના ગિરિમથક સાપુતારા અને તળેટી વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.  ગલકુંડ ગામે ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક સ્થળોએ વૃક્ષ ધરાશાયી થયા છે. વૃક્ષો પડતા પાંચ બાઈક અને એક કારને પણ નુકસાન થયું. કારમાં યુવક ફસાઈ જતા સ્થાનિકોએ રેસ્ક્યુ કરી યુવકને બહાર કાઢ્યો હતો. 

ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને હવામાન વિભાગે (Gujarat IMD) આગાહી કરી છે.  ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે ચોમાસા (Monsoon)નું આગમન થશે. કેરળ (Keral)માં 3 જૂને ચોમાસુ બેસશે. તેમજ આગામી 5 દિવસ વાતાવરણ વાદળછાયું રહેશે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.

વલસાડ,નવસારી,ડાંગ તેમજ સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર રાજકોટમાં 3 અને 4 જૂને વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાંથી દક્ષિણ ગુજરાત સુધી એક સિસ્ટમ (ટ્રફ) છે જેને કારણે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

અમદાવાદમાં ૧૦ વર્ષમાં પ્રથમવાર મેમાં પારો ૪૩ને પાર પણ થયો નહીં. મે મહિનામાં સામાન્ય રીતે ૪૪થી વધુ ગરમી પડતી હોય છે. વાવાઝોડા, વેસ્ટર્ન ડિર્સ્ટબર્ન્સથી ગરમીનું પ્રમાણ સામાન્ય રહ્યું. અમદાવાદમાં ૫-૬ જૂનના વરસાદની આગાહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget