આગામી 24 કલાકમાં ગુજરાતના આ વિસ્તારમાં વરસાદની આગાહી, રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદની.....
સારા વરસાદ માટે હજુ થોડી રાહ જોવી પડશે.
હવામાન વિભાગે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. તો અમદાવાદમાં સામાન્ય વરસાદી ઝાપટા વરસી શકે છે. સૌરાષ્ટ્રના દીવ, ભાવનગર, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની કોઈ શક્યતા નથી. સારા વરસાદ માટે હજુ થોડી રાહ જોવી પડશે.
હવામાન વિભાગ અને વેધરની ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા સાર્વત્રિક વરસાદ ને લઈને અલગ-અલગ અહેવાલો આપવામાં આવે છે. દિવસેને દિવસે વાતાવરણ મુજબ અલગ અલગ આગાહીઓ કરવામાં આવે છે પરંતુ ગુજરાતમાં ૫ જુલાઈ પછી કોઈ સારી સીસ્ટમ્સ બનશે તો સાર્વત્રિક વરસાદની આગાહી રહેલી છે. જોકે હાલમાં કોઇ સિસ્ટમ્સ એકદમ વ્યવસ્થિત દેખાતી નથી અથવા દરરોજ દરરોજ સિસ્ટમ્સ બદલાવ જોવા મળે છે. એટલે વેધર ચાર્ટ સિસ્ટમ્સના માધ્યમથી હાલમાં પરફેકટ આગાહીઓ જણાવી શકાતી નથી. થોડા દિવસો પસાર થશે તેમ તેમ આગાહી સ્પષ્ટ થતી જશે.
દેશમાં વરસાદની સ્થિતિ
દેશના અનેક ભાગમાં આજે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ અનુસાર પશ્ચિમ બંગાળ, સિક્કિમ, પૂર્વોત્તર ભારતના કેટલકા ભાગમાં, તેલંગાણા, કર્ટક અને મરાઠવાડાના કેટલાક ભાગમાં સામાન્યથી મધ્યમ વરસાદ સાથે એક બે જગ્યાએ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આંધ્ર પ્રદેશ, બિહારના કેટલાક ભાગ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, કેરળ, કોંકણ અને ગોવા, ગુજરાત અને દક્ષિણ-પૂર્વ રાજસ્થાનમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. ડમાન અને નિકોબાર ટાપુ, લક્ષદ્વીપ, તમિલનાડુ અને પશ્ચિમી હિલાયમમાં સામાન્ય વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગ અનુસાર દિલ્હીમાં સોમવારે આંશિક રીતે વાદળ છવાયેલા રહેશે. દિલ્હીમાં વધુમાં વધુ તાપમાન 40 ડિગ્રી અને લઘુતમ તાપમાન 27 ડિગ્રી રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. આ પહેલા રવિવારે રાજધાની દિલ્હીમાં મહત્તમ તાપમાન 38.8 ડિગ્રી હતું જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું છે.
રાજ્યમાં આગામી 10 દિવસ વરસાદ નહિવત, સિસ્ટમ સક્રિય ન હોવાથી હાલ વરસાદનો વિરામ