શોધખોળ કરો

Gujarat Rain Updates: રાજ્યમાં 24 કલાકમાં 107 તાલુકાઓમાં વરસ્યો વરસાદ, સૌથી વધુ સુરત જિલ્લામાં નોંધાયો

Gujarat Rain Updates: રાજ્યમાં ધીરે ધીરે વરસાદી માહોલ જામ્યો છે. સવારે માત્ર બે કલાકના ગાળામાં જ રાજ્યના 33 તાલુકાઓમાં વરસાદ નોંધાતા જનજીવન પર તેની અસર જોવા મળી છે. માળિયા હાટિના, કેશોદ, તાલાલા સહિતના વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો છે.

Gujarat Rain Updates: રાજ્યભરમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં 107 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કેટલાક મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદીઓ-નાળા છલકાયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.  હવામાન વિભાગના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં 8 ઈંચ નોંધાયો છે. જ્યારે બારડોલી અને ઉમરગામમાં પણ 8-8 ઈંચ વરસાદ વરસ્યો છે. સુરતના મહુવામાં 7.90 ઈંચ અને વાપીમાં 7.50 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત માળિયા હાટીનામાં 7 ઈંચ વરસાદ વરસ્યો છે.

અંબિકા વિસ્તારમાં 6.50 ઈંચ અને સુત્રાપાડામાં 5.40 ઈંચ વરસાદ નોંધાયો છે. કેશોદ, માંગરોળ અને ઉમરપાડામાં 5-5 ઈંચ વરસાદ વરસતા સ્થાનિક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી હતી. પારડી, ભેસાણ અને વાલોડમાં 4-4 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વ્યારામાં 4 ઈંચ, પાટણ-વેરાવળ અને લોધિકામાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. સાગબારામાં પણ સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડ, ગણદેવી અને નવસારીમાં 3-3 ઈંચ વરસાદ નોંધાયો છે.

ખેરગામ અને ગોંડલમાં 3 ઈંચ તેમજ વાસદામાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. જલાલપોર, જૂનાગઢ તાલુકો અને જૂનાગઢ શહેરમાં પણ અઢી-અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ક્વાંટ, ચીખલી, ડોલવણ અને બગસરામાં 2-2 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના કુલ સાત તાલુકાઓમાં 6થી 8 ઈંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો છે, જ્યારે 16 તાલુકાઓમાં 3થી સાડા 5 ઈંચ સુધી અને અન્ય અનેક તાલુકાઓમાં મધ્યમથી ભારે વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત: સવારે બે કલાકમાં 33 તાલુકામાં વરસાદ

 રાજ્યમાં વરસાદે જમાવટ કરી છે.  સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં જ રાજ્યના 33 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.  હવામાન વિભાગના આંકડા મુજબ સવારે 8થી 10 વાગ્યા દરમિયાન માળિયા હાટિનામાં સૌથી વધુ 2.24 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કેશોદ અને તાલાલામાં 1.42-1.42 ઈંચ વરસાદ વરસ્યો છે. ઓલપાડમાં 1.26 ઈંચ અને વાગરામાં 1.18 ઈંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રના વંથલીમાં 1.02 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે કોડીનારમાં 19 મીમી, હાંસોટમાં 15 મીમી, બારડોલીમાં 12 મીમી અને સૂત્રાપાડામાં 11 મીમી વરસાદ નોંધાયો છે.

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં ચાલુ રહેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ પણ સર્જાઈ છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. 

Frequently Asked Questions

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના કેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે?

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 107 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કેટલાક મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે.

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ કયા તાલુકામાં નોંધાયો છે?

હવામાન વિભાગના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં 8 ઈંચ નોંધાયો છે. બારડોલી અને ઉમરગામમાં પણ 8-8 ઈંચ વરસાદ વરસ્યો છે.

આગામી દિવસો માટે હવામાન વિભાગની વરસાદ અંગે શું આગાહી છે?

હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. નાગરિકોને સાવચેતી રાખવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ધ્યાન રાખવાની સૂચના અપાઈ છે.

સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન કયા તાલુકામાં સૌથી વધુ વરસાદ પડ્યો?

સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન માળિયા હાટિનામાં સૌથી વધુ 2.24 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કેશોદ અને તાલાલામાં 1.42-1.42 ઈંચ વરસાદ વરસ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

Embed widget