શોધખોળ કરો
Advertisement
24 કલાકમાં ગુજરાતના 135 તાલુકાઓમાં વરસ્યો વરસાદ, આગામી 5 દિવસમાં આ વિસ્તાર થશે જળતરબોળ
હવામાન વિભાગ દ્વારા 31 જુલાઇથી 4 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદઃ ગુજરાતમાં ગઈકાલે છેલ્લા 24 કલાકના આંકડા અનુસાર 135 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આ 24 કલાકમાં સૌથી વધારે વરસાદ પંચમહાલના હાલોલમાં ત્રણ ઇંચ જેટલો નોંધાયો છે. આ સાથે જ હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.
ગઈકાલના આંકડા અનુસાર સુરેન્દ્રનગરના ચોટીલામાં બે જ કલાકમાં અઢી ઈંચથી વધુ વરસાદ પડ્યો. જ્યારે અરવલ્લીના ધનસુરા અને દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમા છેલ્લા બે કલાકમાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
આ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 27 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે હવામાન વિભાગ દ્વારા 31 જુલાઇથી 4 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પંથકમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, પોરબંદરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement