શોધખોળ કરો

Rain Update: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે 24 કલાકમાં 233 તાલુકામાં વરસ્યો વરસાદ

Rain Update: બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ સર્જાઇ છે. છેલ્લા 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

Rain Update: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 28 સપ્ટેમબર સુધી ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ 28 સપ્ટેમ્બર શનિવાર બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે પરંતુ છૂટછવાયો વરસાદ વરસી શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવતા છેલ્લા 2 દિવસથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 233 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 233 તાલુકામાં વરસાદ

 નર્મદાના સાગબારામાં 7 ઈંચ 

સુરેન્દ્રનગરના લખતરમાં 5 ઈંચ 

જુનાગઢ જિલ્લામાં 5 ઈંચ 

 જુનાગઢ શહેરમાં 5 ઈંચ 

સુરતના ઉમરપાડામાં સવા 4 ઈંચ 

રાજકોટના ધોરાજીમાં સવા 4 ઈંચ 

 જુનાગઢના માણાવદરમાં 4 ઈંચ 

જુનાગઢવા માંગરોળામાં 4 ઈંચ 

 પોરબંદર જિલ્લામાં 4 ઈંચ 

વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો. વાપી, વલસાડ ,પારડી, ધરમપુર પંથકમાં વરસાદ વરસતા મોટાભાગના રસ્તા પાણી પાણી થઇ ગયા. ભરુચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વરસાદ વરસતાં જનજીવન પ્રભાવિત થયુ છે. હાંસોટના ઇલાવ, સાહોલ, બાલોટા ગામમાં વરસાદ વરસતાં અનેકરસ્તા પાણીમાં ગરકાવ થઇ ગયા છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 233 તાલુકામાં વરસાદ

રાજકોટના ઉપલેટામાં 4 ઈંચ 

 દ્વારકાના ભાણવડમાં 4 ઈંચ 

 તાલાલામાં 4 ઈંચ 

 રાણાવાવમાં 4 ઈંચ 

નવસારી, જલાલપોરમાં પોણા 3 ઈંચ 

  વિસાવદર અને વંથલીમાં 3 ઈંચ 

શુક્રવારે મોડી રાત્રે પશ્ચિમ કચ્છમાં પણ  મોસમનો મિજાજ બદલાયો હતો. . ભુજોડી, કુકમા, માધાપર અને ભૂજ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.  કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસતા રોડ-રસ્તા  પાણી પાણી થયા છે.ગાજવીજ અને ભારે પવન સાથે  વરસાદ જામનગરના લાલપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં.. ધોધમાર વરસાદને પગલે ઉમાધામ સોસાયટી, ચાર થાંભલા વિસ્તાર, ગાયત્રી સોસાયટી, શાક માર્કેટ સહિતના વિસ્તારોના રોડ-રસ્તા જળબંબાકાર થયા છે.

ચોમાસાની સિઝનમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો

ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 131.07 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 183.32 ટકા વરસાદ વરસ્યો છે.  તો સૌરાષ્ટ્રમાં ખાબક્યો સિઝનનો અત્યાર સુધીનો 137.03 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 136.25 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  તો મધ્ય ગુજરાતમાં સિઝનનો 127.56 ટકા અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો 110.19 ટકા વરસાદ નોંધાયો છે.                                         

આ પણ વાંચો

Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Accident : દેવ દિવાળીએ ગુજરાતમાં માતમ, અલગ અલગ 3 અકસ્માતમાં 8ના મોતPorbandar Drugs Case: NCB, ATSનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું | Abp AsmitaKhyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે "ચાય પે ચર્ચા"
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
Embed widget