શોધખોળ કરો
રાજ્યના 40 તાલુકામાં વરસાદ, કચ્છના માંડવીમાં સૌથી વધુ 5 ઈંચ
સૌથી વધુ કચ્છના માંડવી તાલુકામાં 5 ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે પોરબંદર તાલુકામાં પોણા 3 ઈંચ વરસાદ પડ્યો છે.

ગાંધીનગર: રાજ્યમાં 8 કલાકમાં 40 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સવારના 6થી બપોરના 2 વાગ્યા સુધીમાં 9 તાલુકામાં 2 ઈંચથી 5 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ કચ્છના માંડવી તાલુકામાં 5 ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે પોરબંદર તાલુકામાં પોણા 3 ઈંચ વરસાદ પડ્યો છે. કચ્છ-ભૂજમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી કચ્છ-ભૂજમાં ધોધમાર વરસાદ વરસતા કચ્છના માંડવીમાં અત્યાર સુધીમાં પાંચ ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. નખત્રાણા,માંડવી અને મુદ્રા તાલુકામાં પણ વરસાદ વરસી રહ્યો છે. કચ્છના દરિયાઈ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે. ભૂજના મોટા રેહા,જદુરા,કોટડા-ચકારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખંભાળિયામાં 2 ઈંચ, કલ્યાણપુરમાં પોણા 2 ઈંચ, પોરબંદરના રાણાવાવમાં દોઢ ઈંચ, જૂનાગઢ તાલુકામાં સવા ઈંચ, કુતિયાણામાં સવા ઈંચ, દ્વારકામાં 1 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે કોડીનાર, નખત્રાણા, પલસાણા, વલસાડ, હાંસોટ, રાજુલા, ભૂજ, જામ જોધપુર સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યો છે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
ક્રિકેટ





















