શોધખોળ કરો
રાજ્યમાં 59 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કોડિનારમાં 6 ઈંચ
રાજ્યમાં 12 કલાકમાં 59 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ગીર સોમનાથના કોડિનારમાં 6 ઈંચ વરસાદ પડ્યો છે.

ગાંધીનગર : રાજ્યમાં 12 કલાકમાં 59 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ગીર સોમનાથના કોડિનારમાં 6 ઈંચ વરસાદ પડ્યો છે. અમરેલીના જાફરાબાદમાં સવા ત્રણ ઈંચ અને વડિયામાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના તાલાલામાં ધોધમાર વરસાદ પડ્યો છે. તાલાલા શહેર અને ગ્રામ્ય સહિત ગીર વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. ધાવા, સુરવા, જાંબુર, માધુપુર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ગીર સોમનાથના કોડિનારના 6 ઈંચ, અમરેલીના જાફરાબાદમાં સવા ત્રણ ઈંચ, વડિયામાં પોણા ત્રણ ઈંચ, ગીર સોમનાથના તાલાલામાં બે ઈંચ, નર્મદાના ડેડિયાપાડામાં બે ઈંચ,ભરૂચના વાલિયામાં બે ઈંચ, સુરતના ઉમરપાડામાં પોણા બે ઈંચ, અમરેલીના ખાંભામાં પોણા બે ઈંચ, ગાંધીનગરના દહેગામમાં સવા ઈંચ, ડાંગના આહ્વામાં એક ઈંચ, દ્વારકાના ખંભાળિયામાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. રાજયમાં શનિવારથી મંગળવાર સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. શનિવારે સુરત, તાપી, ડાંગ, ભરૂચ, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
વધુ વાંચો




















