(Source: ECI/ABP News/ABP Majha)
Rain Update: મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યું, છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં વરસ્યો વરસાદ
વરસાદની 2 સિસ્ટમ એક્ટિવ હોવાથી દક્ષિણ ગુજરાત સહિત આ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં તાપીના ઉચ્છલમાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો છે.
Rain Update:શિયર ઝોન અને ઑફ શૉર ટ્રફ રેખાના કારણે ગુજરાતના કેટલાક જિલ્લામાં મધ્યથી ભારે તો કેટલાક જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. હાલ ગુજરાત પર શિયર ઝોન સક્રિય છે અને દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી એક ઑફ શૉર ટ્રફ રેખા બનેલી છે, જેના કારણે ગુજરાતમાં હાલ મોનસૂન જોરદાર રીતે એક્ટિવ બન્યું છે. છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં વરસાદ વરસ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં નોંધાયો વરસાદ
- છેલ્લા 24 કલાકમાં તાપીના ઉચ્છલમાં સવા બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં છોટા ઉદેપુર તાલુકામાં સવા બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં આણંદ તાલુકામાં બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વડોદરા તાલુકામાં દોઢ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં કુકરમુંડામાં દોઢ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં તાપીના સોનગઢમાં સવા ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જાંબુઘોડામાં સવા ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વડોદરાના સાવલીમાં સવા ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ડાંગના સુબીરમાં સવા ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં પાવી જેતપુરમાં એક ઈંચ વરસાદ
ભારે વરસાદના કારણે વડોદરાનું જનજીવન અસ્તવ્યસ્ત થયુ હતું. અહીં વડોદરાના આજવા સરોવરની જળસપાટી વધતાં 212.15 ફુટે પહોંચતા, પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે અનેક વિસ્તાર જળમગ્ન થયા છે. છેલ્લા 24 કલાકમાં વાઘોડીયામાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો.
- છેલ્લા 24 કલાકમાં પંચમહાલના હાલોલમાં એક ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં તાપીના નિઝરમાં એક ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં શહેરામાં પોણો ઈંચ વરસાદ
- વ્યારા, ઘોઘંબા, કલોલમાં પોણો ઈંચ વરસાદ
- વાસો, ધંધુકા, લુણાવાડામાં પોણો ઈંચ વરસાદ
- રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 54.88 ટકા વરસાદ
- કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં 75.67 ટકા વરસાદ
- સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 73.66 ટકા વરસાદ
- દ.ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 66.49 ટકા વરસાદ
- મ.ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 34.37 ટકા વરસાદ
- ઉ.ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 29.61 ટકા વરસાદ
ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 54.46 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છમાં 75.67 ટકા, તો સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 73.57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 66.05 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો મધ્ય ગુજરાતમાં 33.29 ટકા અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 29.55 ટકા સિઝનનો વરસાદ વરસી ચૂક્યો છે.
વરસાદના પગલે રાજ્યના 206 પૈકી 74 જળાશયો હાઈએલર્ટ પર છે. તો , 90 ટકાથી વધુ ભરાયેલા 52 ડેમ હાઈએલર્ટ પર છે તો 80થી 90 ટકા ભરાયેલા નવ ડેમ એલર્ટ પર છે. તો 70થી 80 ટકા ભરાયેલા 13 ડેમ વોર્નિંગ પર છે.