હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ શરૂ, અમદાવાદ-ગાંધીનગર-રાજકોટમાં મેઘમહેર
ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં વરસાદ પડવાનો શરૂ થયો છે. અમદાવાદના પશ્ચિમ ઝોનના નંદાસણ, કલોલ, સેરથા, વૈષ્ણવદેવી સર્કલ, ગોતા વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. તો ગાંધીનગર જિલ્લાના કેટલાક વિસ્તારો અને ગામડાઓમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.
ઉત્તર ગુજરાતમાં વરસાદ
ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છે. બનાસકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે વરસાદ નોંધાયો છે. મહેસાણા જિલ્લામાં કેટલાક વિસ્તારોમા ધીમીધારે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. એક દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. મહેસાણા જિલ્લામાં સીઝનનો અત્યાર સુધી 10 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. એટલે કે 34.90 ટકા વરસાદ પડ્યો છે.
બનાસકાંઠામાં ડીસા,ધાનેરા,કાંકરેજ,દિયોદર,થરાદ સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો છે. પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, અંબાજી અને આસપાસના વિસ્તારમાં પણ વરસાદ વહેલી સવારે પડ્યો છે. વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. કારણ કે આ વરસાદથી મગફળી, બાજરી, જુવાર, ગવાર સહિતના પાકને ફાયદો થશે. બનાસકાંઠાના લાખણી તાલુકામાં ટકાવારી પ્રમાણે સીઝનનો સૌથી ઓછો વરસાદ નોધાયો છે.
રાજકોટ જિલ્લામાં વરસાદ
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વરસાદ શરુ થયો છે. જિલ્લાના રોણકી ગામમાં મેઘમહેર થઈ છે. અહીં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરુ થવાના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
ક્યા તાલુકામાં 15 ટકા પણ વરસાદ નહીં
લાખણી 7.41 ટકા
થરાદ 8.17 ટકા
ઠાસરા 10.31 ટકા
વાવ 10.94 ટકા
વિછીંયા 11.30 ટકા
ગળતેશ્વર 11.37 ટકા
ઉચ્છાલ 12.39 ટકા
સાંતલપુર 2.88 ટકા
ક્યા તાલુકામાં 50 ટકાથી વધુ વરસાદ
આણંદ 70.60 ટકા
તીલકવાડ 65.42 ટકા
લોધિકા 61.43 ટકા
છોટા ઉદેપુર 59.07 ટકા
કાલાવાડ 58.20 ટકા
ગારિયાધાર 56.42 ટકા
ભુજ 55.63 ટકા
રાજકોટ 54 ટકા
પાદરા 53.57 ટકા
વેરાવળ 52.85 ટકા
ખેરગામ 52.50 ટકા
અંકલેશ્વર 50.85 ટકા
બોટાદ 50 ટકા
દાંતા 50 ટકા
ધોરાજી 50 ટકા
જેતપુર પાવી 50 ટકા