Gujarat Rain: બપોર બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ શરુ, આ ગામમાં ઘરોમાં ભરાયા પાણી
Gujarat Rain: હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં બપોર બાદ ફરી વરસાદની શરુઆત થઈ છે. આજે અમરેલી શહેરમાં બપોરબાદ વાતાવરણ પલટો આવ્યો હતો.
Gujarat Rain: હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં બપોર બાદ ફરી વરસાદની શરુઆત થઈ છે. આજે અમરેલી શહેરમાં બપોરબાદ વાતાવરણ પલટો આવ્યો હતો. શહેરમા ફરી બીજા રાઉન્ડમાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો. અસહ્ય ગરમી બાદ ભારે વરસાદ પડતાં શહેરની બજારોમાં નદી માફક વરસાદી પાણી વહેતા થયા હતા. શહેરના રાજકમલ, હરી રોડ, લાઠી રોડ, ભીડભંજન ચિતલરોડ, સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.
તાપી જિલ્લામાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કેટલાક વિસ્તારોમાં ધીમીધારે તો કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. વ્યારા શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
બોટાદ વરસાદી માહોલ
બરવાળા શહેર સહિત તાલુકા પંથકમાં વરસાદ શરૂ થયો છે. બે દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બરવાળા શહેરના વાગડીયા શેરી, સોની શેરી, કુંડળ દરવાજા, ઝબુબા હાઈસ્કુલ,ખારા વિસ્તાર, ખોડિયાર નગર, જલારામ જીન, કેશવનગર સહિત તમામ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત તાલુકાના વહીયા, કુંડળ, ટીંબલા, રોજીદ, કાપડીયાળી, ખમીદાણા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે. સાંજના સમયે વાતાવરણમાં પલટો આવતા ઠંડક પ્રસરી છે.
વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ
વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.વલસાડના માલવણ અને આસપાસના ગામોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.ભારે વરસાદથી માલવણ ગામ સુધી જતા રસ્તા પર પાણીફરી વળ્યા છે.ગામના નીચાણવાળા વિસ્તારમાં પણ કેટલાક ઘરોમાં પાણી ભરાયા છે. ગામ જતા રસ્તા પર પણ પાણી ભરાઈ જતા અવરજવરમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સુરત જિલ્લામાં વરસાદી માહોલ
માંડવી પંથકમાં વરસાદને કારણે વીસડાલીયા નજીક પુલ પર પાણી ભરાયા છે. પુલ ઉપર ખાડાઓ પડતા અનેક વાહન ચાલકોને હાલાકીનો સામનોો કરવો પડી રહ્યો છે. ધોધમાર વરસાદને પગલે અનેક વાહન ચાલકોએ હેડલાઇટ ચાલુ કરીને જવાની નોબત આવી છે. જળાશયોમાં નવા નીરની આવક પણ યથાવત છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 104 તાલુકામાં નોંધાયો વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ભાવનગરના શિહોરમાં સવા પાંચ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં સુરતના ઉમરપાડામાં ચાર ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં તાપીના વાલોડમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ભાવનગરના ઉમરાળામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડામાં સવા ત્રણ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં છોટા ઉદેપુરના બોડેલીમાં ત્રણ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં સુરતના પલસાણા, કામરેજમાં અઢી ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં છોટા ઉદેપુરના ક્વાંટમાં અઢી ઈંચ વરસાદ
- બારડોલી, વ્યારામાં નોંધાયો અઢી અઢી ઈંચ વરસાદ
- ઉચ્છલ, સોનગઢ, માંડવીમાં સવા બે ઈંચ વરસાદ
- ઓલપાડ, જાંબુઘોડામાં વરસ્યો પોણા બે ઈંચ વરસાદ
- ખાનપુર, ઉમરગામ, ચોર્યાસીમાં દોઢ દોઢ ઈંચ વરસાદ
- નસવાડી, સુરત શહેરમાં વરસ્યો સવા ઈંચ વરસાદ
- જલાલપોર, કુકરમુંડા, નવસારીમાં વરસ્યો એક એક ઈંચ વરસાદ
- વલસાડ, ભરૂચ, સુબીરમાં વરસ્યો એક એક ઈંચ વરસાદ
- વાપી, તળાજા, મહુવા, પારડીમાં પોણો પોણો ઈંચ વરસાદ
- સુત્રાપાડા, છોટા ઉદેપુર, નેત્રંગ, આહવામાં અડધો અડધો ઈંચ વરસાદ
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial