શોધખોળ કરો
Advertisement
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ અમિત શાહની કચ્છની મુલાકાત દરમિયાન TREE શૈક્ષણિક મોડેલનું કર્યું પ્રદર્શન
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની 'સીમાંત ક્ષેત્ર વિકાસોત્સવ 2020' કાર્યક્રમ માટેની મુલાકાત દરમિયાન રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ તેમના દ્વારા લેવામાં આવતી વિવિધ પહેલ, કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું પ્રદર્શન કર્યું હતું
કચ્છ: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની 'સીમાંત ક્ષેત્ર વિકાસોત્સવ 2020' કાર્યક્રમ માટેની મુલાકાત દરમિયાન રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ તેમના દ્વારા લેવામાં આવતી વિવિધ પહેલ, કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન યુનિવર્સિટીએ TREE શૈક્ષણિક મોડેલનું પ્રદર્શન કર્યું હતું.
દેશમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા પહોંચાડવા યુનિવર્સિટી દ્વારા TREE શૈક્ષણિક મોડેલ હેઠળ- ' Training (તાલીમ), Research (સંશોધન), Education (શિક્ષણ) અને Extension (વિસ્તરણ)' દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારતની સુરક્ષા અને પોલિસીંગ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે યોગદાન આપવા યુનિવર્સિટીની દસ શાળાઓ દ્વારા વિભિન્ન પ્રયાસો દેશભરમાં કરવામાં આવી રહ્યા છે.
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આર.આર.યુ.) એ રાષ્ટ્રીય સુરક્ષા અને પોલિસીંગ ક્ષેત્રે ભારતની અગ્રણી જાહેર યુનિવર્સિટી છે. ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળના રાષ્ટ્રીય મહત્વની સંસ્થા આર.આર.યુ. દેશના અર્ધસૈનિક અને પોલીસ દળોની શૈક્ષણિક, સંશોધન અને તાલીમ આવશ્યકતાઓના ક્ષેત્રમાં સેવા આપે છે.
યુનિવર્સિટીએ હાલમાં જ ઉત્કૃષ્ટ ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ- ‘રાઈસ (RISE- RRUs Integrated Space for e-education) ’ને લોન્ચ કર્યું હતું. ‘રાઈસ’ સુરક્ષા દળોમાં જોડાવાની ઇચ્છા ધરાવતા યુવા વર્ગ તથા દેશના વિવિધ ભાગોમાં ફરજ બજાવતા આપણા પ્રતિબદ્ધ સી.એ.પી.એફ. અને પોલીસ કર્મચારીઓને ઓનલાઈન શિક્ષણના માધ્યમથી ગુણવત્તાયુક્ત શૈક્ષણિક કાર્યક્રમો પ્રદાન કરાશે.
માનનીય વડાપ્રધાન, નરેન્દ્ર મોદીજીના ‘આત્મનિર્ભાર ભારત’ના સપનાને પરિપૂર્ણ કરવા માટે યુનિવર્સિટી સુરક્ષાના ક્ષેત્રમાં ‘મેક ઇન ઈન્ડિયા’ ઇનોવેશન માટે ઉદ્યમ યુવક શક્તિને એક સશક્ત મંચ પૂરું પાડી રહ્યું છે. આમાં, સ્વદેશી રીતે વિકસિત કરેલા ડ્રોન, દેશના નાગરિકોના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે ડિજિટલ આરોગ્ય સાધનો વગેરે જેવા પ્રોજેક્ટ વિકસિત થઇ રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement