શોધખોળ કરો

કોરોનાનું સંક્રમણ વધતા ગુજરાતનું કયું જાણીતું અભયારણ મુલાકાતીઓ માટે કરાયું બંધ? જાણો વિગત

દાહોદનું રતનમહાલ રીંછ અભયારણ મુલાકાતીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. વધતા જતા કોરોનાના કેસને લઈ પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે.

દાહોદઃ ગુજરાતમાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણને પગલે દાહોદનું રતનમહાલ રીંછ અભયારણ મુલાકાતીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. વધતા જતા કોરોનાના કેસને લઈ પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. જલધારા, નળદા, કંજેટા, ઉદલમહુડા, પાનમ સહિત તમામ કેમ્પ સાઈટો પર પ્રવાસીઓ માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ગુજરાતભરથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ રતનમહાલ અભયારણની મુલાકાત લેતા હોય છે. ત્યારે વનવિભાગ દ્વારા પ્રવાસીઓનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. કોરોના સામે સાવચેતીના પગલે અભયારણ બંધ કરાયું છે. આગામી 15ની ઓક્ટોબર સુધી પ્રવેશ બંધ કરાયો છે. રાજ્યમાં ગઈ કાલે 1390 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં વધુ 11 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3453 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16,710 એક્ટિવ કેસ છે, જ્યારે 1,17,231 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,624 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,37,394 પર પહોંચી છે. ક્યાં કેટલા થયા મોત રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરતમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, કચ્છમાં 1, મહેસાણામાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનમાં મળી કુલ 11 લોકોના મોત થયા હતા. ક્યાં કેટલા નોંધાયા કેસ સુરત કોર્પોરેશનમાં 180, અમદાવાદ કોર્પોરેશનમાં 179, સુરતમાં 118, રાજકોટ કોર્પોરેશનમાં 105, વડોદરા કોર્પોરેશનમાં 92, જામનગર કોર્પોરેશનમાં 68, રાજકોટમાં 46, મહેસાણામાં 41, વડોદરામાં 41, બનાસકાંઠામાં 37, પંચમહાલમાં 32, અમરેલી અને પાટણમાં 30-30, ગાંધીનગર કોર્પોરેશનમાં 26, ભાવનગર કોર્પોરેશનમાં 25, ભરૂચમાં 24 કેસ નોંધાયા હતા. કેટલા દર્દી થયા સાજા રાજ્યમાં ગઈ કાલે કુલ 1372 દર્દી સાજા થયા હતા અને 61,966 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 43,56,062 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 85.32 ટકા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,88,158 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,87,748 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 410 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ

રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત

જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો

આતંકના આકા પર કસાયો ગાળિયો, NIA કોર્ટે હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન વિરુદ્ધ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો
જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો
આતંકના આકા પર કસાયો ગાળિયો, NIA કોર્ટે હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન વિરુદ્ધ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ
આતંકના આકા પર કસાયો ગાળિયો, NIA કોર્ટે હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન વિરુદ્ધ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ
Petrol Diesel Expiry Date: શું પેટ્રોલ-ડીઝલની પણ હોય છે એક્સપાયરી? જાણો ક્યાં સમય સુધી કરી શકો છો સ્ટોર

Shani Shingnapur Mandir: ભારતનું એક અનોખું ગામ, જ્યાં ક્યારેય નથી થતી ચોરી, હંમેશા તાળા વગર રહે છે ઘર અને બેંક

Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની! જાણો તમામ રાશિઓનું આજનું રાશિફળ

Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત

Embed widget