ગુજરાતમાં પાંચ રેલવે સ્ટેશનનું કરાશે રિ-ડેવલપમેન્ટ, RLDAને સોંપવામાં આવી કામગીરી
ભારતીય રેલવે પાસે સમગ્ર દેશમાં લગભગ 43 હજાર હેક્ટર ખાલી જમીન છે. સાથે જ RLDA વર્તર્માનમાં 84 રેલવે કોલોનીનું પુનઃવિકાસ પ્રોજેક્ટને સંભાળી રહ્યું છે.
રેલવે મંત્રાલયે દેશના 49 રેલવે સ્ટેશનનો રિ-ડેવલપમેંટ કરવાનો નિર્ણય કર્યો છે. જેનું કામ RLDAને સોંપવામાં આવ્યું છે. RLDA પહેલેથી જ ભારત સરકારના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ આવતા 60 રેલવે સ્ટેશનના વિકાસ કાર્ય કરી રહ્યું છે. ત્યારે હવે દેશના કુલ 109 રેલવે સ્ટેશનનોનું રિ-ડેવલપમેંટ થશે. જેમાં ગુજરાતના પણ પાંચ રેલવે સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં જામનગર, ભાવનગર, ગાંધીધામ, જૂનાગઢ અને રાજકોટના રેલવે સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
RLDAના વાઈસ ચેયરમેન વેદ પ્રકાશ ડુડેજાએ જણાવ્યું કે સ્ટેશન પુનવિકાસ વિસ્તૃત આંતરિક રૂપથી શહેરી વિકાસ સાથે જોડાયે છે. આ સ્ટેશનોનો પુનઃવિકાસ મુસાફરોના વિશ્વસ્તરની સુવિધાઓ આપશે. અને તેમની મુસાફરીને શ્રેષ્ઠ બનાવશે. RLDA હાલમાં જ પૂરી અને લખનઉ રેલવે સ્ટેશનો માટે પુનઃવિકાસ પ્રક્રિયામાં ભાગ લેવા માટે યોગ્ય ડેવલપર્સ પાસેથી બિડ આમંત્રિત કરવા માટે આરએફક્યુની પ્રક્રિયા પૂર્ણ કરી છે.
આ તમામ રેલવે સ્ટેશન પીપીપી મોડલ હેઠળ પુનઃવિકાસ કરવામાં આવશે. ભારતીય રેલવે પાસે સમગ્ર દેશમાં લગભગ 43 હજાર હેક્ટર ખાલી જમીન છે. સાથે જ RLDA વર્તર્માનમાં 84 રેલવે કોલોનીનું પુનઃવિકાસ પ્રોજેક્ટને સંભાળી રહ્યું છે. હાલમાં જ પુનઃવિકાસ માટે ગુવાહાટીમાં રેલવે કોલોનીને લીઝ પર લીધી છે. RLDA પાસે લીઝ પર આપવા માટે દેશભરમાં 100 કોમર્શિયલ ગ્રીનફિલ્ડ સાઈટ છે. અને પ્રત્યેક માટે પાત્ર ડેવલપર્સને એક પારદર્શિ બિડ પ્રક્રિયાના માધ્યમથી પસંદ કરવામાં આવ્યાં છે.
દેશના અન્ય ક્યા રેલવે સ્ટેશશનનું કરાશે રિ-ડેવલપમેંટ
- ઉત્તર પ્રેશના મેરઠ સિટી, મુરાાબા, ગોરખુપર, અલીગઢ, ગૌંડા, મથુરા, આગરા ફોર્ટ, બરેલી મુગલસરાયનાનું દિન દયાળ ઉપાધ્યાય રેલવે સ્ટેશન નું કરાશે રિ-ડેવલપમેંટ
- મધપ્રેશના ભોપાલ, બીના, ઝાંસી, ઉજ્જૈન રેલવે સ્ટેશનનું કરાશે રિ-ડેવલપમેંટ
- પંજાબના વ્યાસ, જલંધર, ભટિંડા જંક્શન, નવુ પઠાણકોટના રેલવે સ્ટેશનને કરાશે રિ-ડેવલપમેંટ
- મહારાષ્ટ્રના સાઈનગર સિરડી, નાંદેડ, અમરાવતી, અકોલા રેલવે સ્ટેશનને કરાશે રિ-ડેવલપમેંટ
- બિહારના છપરા, સિતામઢી, બરૌની અને દરભંગા રેલવે સ્ટેશનનું કરાશે રિ-ડેવલપમેંટ
- ઝારખંડના ધનબાદ, ટાટાનગર, જસીડીહ રેલવે સ્ટેશનનું કરાશે રિ-ડેવલપમેંટ
- તામિલનાડુના તિરૂનેલવેલ્લી, ચેન્નાઈ સેંટ્રલ તો તેલંગણાના બેગમપેટ અને કોચી ગુડા રેલવે સ્ટેશન
- આંધ્ર પ્રદેશના ગુડુર, રાજમંડ્રી, તો પશ્ચિમ બંગાળના બંડેલ, ન્યૂ કુચ બુહાર રેલવે સ્ટેશનનું કરાશે રિ-ડેવલપમેંટ
- રાજસ્થાનના બિકાનેર, જોધપુર, તો હિમાચલના પાલમપુર રેલવે સ્ટેશનનું કરાશે રિ-ડેવલપમેંટ
- અસમનું સિલચર, હરિયાણાનું કુરૂક્ષેત્ર, ગોવાના વાસ્કો-દ-ગામા રેલવે સ્ટેશનનું કરાશે રિ-ડેવલપમેંટ
- કર્ણાટકના મૈસુર અને ઉત્તરાખંડના હરિદ્વાર રેલવે સ્ટેશનનું પણ કરાશે રિ-ડેવલપમેંટ