શોધખોળ કરો

Gujarat Rain: સુરત,  નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી 

હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.   હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બે સિસ્ટમ હાલમાં રાજ્ય પર સક્રિય થઈ છે.

અમદાવાદ: હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.   હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બે સિસ્ટમ હાલમાં રાજ્ય પર સક્રિય થઈ છે.  જેના કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સુરત,  નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  

જ્યારે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  

જ્યારે બનાસકાંઠા,  પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, બોટાદ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.  

ધોધમાર વરસાદથી દક્ષિણ ગુજરાતમાં નદીઓ બે કાંઠે

 નવસારી શહેરમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું. મળતી જાણકારી અનુસાર, ભારે વરસાદના કારણે જિલ્લાની મોટાભાગની નદીઓ તોફાની બની છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.પૂર્ણા નદીની સપાટીમાં સતત વધારો થતા નીચાળવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. શહેરના રિંગરોડ પર વાહન વ્યવહાર ખોરવાયો હતો. બીજી તરફ રંગૂનવાલા નગરમાં કેડ સમા પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી ગઇ હતી.

પૂર્ણા નદીની સપાટી વધતા રિંગરોડ, શાંતાદેવી, ગધેવાનમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. 150થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. ગણદેવી-બીલીમોરા હાઈવે પર પાણી ભરાયા હતા. હાઈવે પર કમરસુધીના પાણી ભરાતા વાહનવ્યવહાર બંધ થયો હતો.ભારે વરસાદના પગલે નવસારીની પૂર્ણા નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઇ છે. પૂર્ણા નદીની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે.

ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતમાં ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.  મહુવાની પૂર્ણા નદી તોફાની બનીને વહી રહી છે. ભારે વરસાદના કારણે મહુવાથી અનાવલ જતા હાઇવે પર પાણી ફરી વળ્યાં હતા. પરિણામે આ રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. રસ્તો બંધ થવાથી હજારો વાહનચાલકો અટવાઇ ગયા હતા.નવસારી જિલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીની સપાટીમાં વધારો નોંધાયો છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે. ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીના જળસ્તરમાં વધારો નોંધાયો છે. બીજી તરફ દેવધા ડેમમાં પાણીની આવક થતાં ગામમાં પાણી ઘૂસી ગયા હતા. પરિણામે બીલીમારોથી દેવધા ગામ વચ્ચેનો સંપર્ક કપાઇ ગયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા
20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બીમારીનું પાણી અને પુરી
Hun To Bolish : હું તો બોલીશ : આ ગુંડાગર્દીનો અંત ક્યારે ?
Somnath Swabhiman Parv: મહાદેવના સાનિધ્યમાં 'સ્વાભિમાન પર્વ'ની ઉજવણી
Ambalal Patel Forecast: ઉત્તરાયણ પર પતંગ રસિકોને લઇને મોટા સમાચાર, અંબાબાલ પટેલે શું કરી આગાહી?
Ahmedabad news: અમદાવાદમાં પરમિશન વિના ચાલતા PG પર મનપાની કાર્યવાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા
20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
'શું તમે માદુરોની જેમ પુતિનની ધરપકડ કરશો?' પત્રકારના આ સવાલ પર ટ્રમ્પે આપ્યો ચોંકાવનારો જવાબ
'શું તમે માદુરોની જેમ પુતિનની ધરપકડ કરશો?' પત્રકારના આ સવાલ પર ટ્રમ્પે આપ્યો ચોંકાવનારો જવાબ
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
Embed widget