શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ શહેરમાં રિલાયન્સ બનાવશે દુનિયાનુ સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય, જાણો વિગતે
કેન્દ્ર અને રાજ્ય બન્ને સરકારોની પરવાનગી મળ્યા બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી 280 એકરમાં દુનિયાનુ સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય બનાવવા જઇ રહી છે
અમદાવાદઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ગુજરાતમાં એક મોટુ પ્રાણી સંગ્રહાલય બનાવશે. ગુજરાતના જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દુનિયાનુ સૌથી મોટુ ઝૂ બનાવવા જઇ રહી છે. કેન્દ્ર અને રાજ્ય બન્ને સરકારોની પરવાનગી મળ્યા બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી 280 એકરમાં દુનિયાનુ સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય બનાવવા જઇ રહી છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અનુસાર કોરોના વાયરસ મહામારીના કારણેઆ પરિયોજનાને શરૂ કરવામાં મોડુ થયુ છે, જોકે હવે આને 2 વર્ષની અંદર પુરી કરી દેવામાં આવશે. આ ઝૂને ગ્રીન્સ ઝૂલૉજિકલ, રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન કિંગડમ તરીકે ઓળખવામાં આવશે.
અધિકારીએ પ્રૉજેક્ટ વિશે આપી જાણકારી.....
આ વિષય પર વધુ જાણકારી આપતા RILના ડાયરેક્ટર (કૉર્પોરેટ અફેર્સ) પરિમલ નથવાણીએ કહ્યું આ પ્રૉજેક્ટ પર અમે કામ શરૂ કરી દીધુ છે. આ પ્રાણી સંગ્રહાલય દુનિયાનુ સૌથી મોટુ ઝૂ હશે. તેમને સાથે કહ્યું સિંગાપુરમાં બનેલા ઝૂથી વધુ મોટુ ઝૂ ભારતમાં હશે. આને લગભગ 300 એકરમાં બનાવવામાં આવશે. તેમને જણાવ્યુ કે, આગામી દિવસોમાં આ ઝૂનુ મહત્વ સિંગાપુરના ઝૂથી પણ વધુ હશે. ઉલ્લેખનીય છે કે આ ઝૂમાં કેટલાય પ્રજાતિઓના જીવ-જંતુઓને રાખવામાં આવશે.
1973માં બન્યુ હતું સિંગાપુરનુ પ્રાણી સંગ્રહાલય
જાણકારી માટે, સિંગાપુરમાં બનેલા ઝૂને ત્યાંની સરકારે 1973માં બનાવડાવ્યુ હતુ. આ ઝૂ લગભગ 69 એકરમાં ફેલાયેલુ છે, વળી, આ ઝૂમાં દરેક પ્રકારના પશુ-પક્ષીઓ જોવા મળે છે. ખાસ વાત છે કે આ ઝૂમાં દુનિયાભરથી પશુ-પક્ષીઓને લાવવામાં આવ્યા છે, તેમને સુરક્ષિત રાખવા માટે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement