બોરવેલમાં પડેલી યુવતીનું 30 કલાકથી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ. આર્મી અને NDRFની ટીમ ખડેપગે
ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં છેલ્લા 30 કલાકથી ઓપરેશન ઇન્દિરા ચાલી રહ્યું છે. અહીં 30 કલાક પહેલા યુવતી બોલવેલમાં પડી ગઇ હતી
ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં સોમવારે સવારે 6 વાગ્યાના સમયે બોરવેલમાં પડેલી 18 વર્ષિય યુવતી ઇન્દિરાનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. સ્થાનિક સહિત ફાયર બ્રિગેડની ટીમ અને NDRFની ટીમ સતત યુવતીને બચાવવા માટે જહેમત ઉઠાવી રહી છે. આ ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. યુવતીને શ્વાસ લેવામાં તકલીફ ન પડે માટે ઓક્સિજન પાઇપ દ્વારા પહોંચાડવામાં આવી રહ્યો છે. યુવતીનો અવાજ સોમવારે સુધી આવતો હતો પરંતુ હાલ તેના અવાજ બંધ થઇ જતાં પરિવારની ચિંતા વધી છે. જેમ જેમ સમય વીતી રહ્યો છે. તેમની જિંદગીને લઇને પણ ચિંતા વધી રહી છે. યુવતીની મુવમેન્ટ તપાસવાની કામગીરી હાલ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. એક બાજુ એનડીઆરએફની ટીમ રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે તો બીજી તરફ પ્રાર્થનાનો દૌર પણ ચાલી રહ્યો છે.
આ સમગ્ર મામલે જ્યારે કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરા પાસે જાણકારી મેળવવામાં આવી હતી. મણે જણાવ્યું હતું કે, બોરવેલમાં મૂકેલા કેમરામાં યુવતી અંદાજિત 500 ફૂટ ઉંડે ફસાઇ હોવાનું સ્પષ્ટ થયું છે.યુવતીને સહી સલામત બહાર કાઢી શકાય માટે સાવધાનીથી ઓપરેશન થવા જઇ રહ્યું છે.
મોડી રાત્રે યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવાને માત્ર 60 ફુટ બાકી હતા, પરંતુ રેસ્ક્યૂ સાધનોમાંથી યુવતી છટકી જતાં બોરવેલ નીચે પડી ગઈ હતી. જોકે, હાલ યુવતી 100 ફૂટ જ દૂર છે. નજીકના સમયમાં જ યુવતી બહાર આવે તેવી શક્યતા જોવાઇ રહી છે.
આ પણ વાંચો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા