શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વાપીઃ ધનિક નબિરાએ 10 લાખની બાઈક પર 100 કિમીની સ્પીડે લીધો ખતરનાક ટર્ન, બાઈક થયું સ્લિપ ને પછી....
આ બાઈકમાં એક કારના એન્જિન જેટલી ક્ષમતા હોવાથી તે ગણતરીની સેકન્ડમાં 100થી વધુની સ્પીડ પકડી લે છે.
દમણઃ વાપીમાં 100ની સ્પીડમાં ટર્ન લેવા જતા વેપારી પુત્રનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું. સાથે જ તેની પાછળ બેસેલા મિત્રને ઇજા પહોંચતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વાપી આનંદ નગર સ્થિત ભોલેબાબા આશ્રમ નજીક રહેતા અને બટાકાનો હોલસેલનો વેપાર કરતાં ઓમપ્રકાશ ઠાકુરનો 38 વર્ષીય પુત્ર જયદીપસિંગ પોતાની મોંઘીદાડ હાર્લે ડેવિડસન બાઇક લઈને રાત્રે દમણથી તેમના મિત્ર જિજ્ઞેશ મનસુખભાઈ રાજપૂત સાથે વાપી તરફ આવી રહ્યા હતા. 800 સીસીની સ્પોર્ટ્સ બાઇક લઈને આવી રહ્યા હતા ત્યારે જ વાપી દપણ મુખ્ય માર્ગ પર વરકુંડના સંત નિરંકારી હોલ નજીક વળાંકમાં ઓવર સ્પીડ જતાં નિયંત્રમ ગુમાવ્યું અને બાઇક રોડ પર સ્લિપ થઈ ડિવાઈડર સાથે અથડાઈ હતી.
બાઇક ચાલક જયદીપસિંગનું માથું ડિવાઇડરમાં ભટકાતાં માથામાં ગંભીર ઇજા થતા જ સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે પાછળ બેસલ મિત્ર જિજ્ઞેશને પેટમાં ઇજા થતાં 108 દ્વારા દમણની મરવડ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. અકસ્માતની જાણ થતા જ દમણ પોલીસ ઘટના સ્થલ પર પહોંચી ગઈ હતી.
આ મામલે મૃતકની સાથે પાછળ બાઇક પર બેસેલ જિજ્ઞેશે જણાવ્યું કે, શનિવારે મારી બાઇક લઈને જયદીપ વાપી ગયો હતો. વાપીમાં તેમના ઘરે મુકેલી મારી બાઇક લેવા માટે દમણથી વાપી જવા માટે નીકલ્યા હતા. બાઈક ઓવર સ્પીડમાં હોય વળાંક લેતા સમયે કન્ટ્રોલ ગુમાવવાથી બાઇક સ્લીપ થઈને ડિવાઇડર સાથે અથડાય હતી. અમે બન્ને અકસ્માત બાદ બેભાન થઈ ગયા હતા.
હાર્ડલી ડેવિડસનની 800થી વધુ સીસીની આ બાઇકની કિંમત અંદાજે 10 લાખ રૂપિયા આસપાસ છે. આ બાઈકમાં એક કારના એન્જિન જેટલી ક્ષમતા હોવાથી તે ગણતરીની સેકન્ડમાં 100થી વધુની સ્પીડ પકડી લે છે. વાપીમાં આવી સ્પોટર્સ બાઈક માજી કાઉન્સિલર અને વેપારી પુત્ર પાસે જ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion