Ropeway: 19 દિવસ બંધ રહ્યાં બાદ આ સુપ્રસિદ્ધ સ્થળ પર રૉપ-વે ફરી શરૂ કરાઇ, જાણો
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો છે અને આ કારણે હવે જુનાગઢ તંત્રએ રૉપ-વે સેવાને ફરી એકવાર ચાલુ કરવાનો નિર્ણય લીધો છે
Ropeway: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી વાતાવરણમાં હળવો ફેરફાર જોવા મળ્યો છે. હવામાન વિભાગ અનુસાર, હાલમાં રાજ્યમાં ચોમાસું એક્ટિવ છે પરંતુ વરસાદની સંભાવના બહુ જ ઓછી છે, આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જુનાગઢમાં ફરી એકવાર તંત્રએ રૉપ-વે સિસ્ટમને ચાલુ કરવાનો નિર્ણય લીધો છે, ઉલ્લેખનીય છે કે, અહીં છેલ્લા 19 દિવસથી રૉપ-વે સેવા બંધ રાખવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો છે અને આ કારણે હવે જુનાગઢ તંત્રએ રૉપ-વે સેવાને ફરી એકવાર ચાલુ કરવાનો નિર્ણય લીધો છે. આજથી જુનાગઢમાં રૉપ-વે સર્વિસ ફરી એકવાર પ્રવીસીઓ માટે એક્ટિવ થઇ ચૂકી છે. છેલ્લા 19 દિવસથી વરસાદી માહોલ રહેવાના કારણે તંત્ર દ્વારા રૉપ-વે સેવાને અટકાવવામાં આવી હતી, જેને હવે ફરી એકવાર શરૂ કરી દેવાઇ છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં અનેક જગ્યા વાતાવરણમાં પલટો આવ્યો છે. તો કેટલીક જગ્યાએ ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદી ઝાપટા પણ પડ્યા છે. જેના કારણે જૂનાગઢના ગિરનાર પર આવેલ રૉપ-વેને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
યાત્રાધામ પાવાગઢમાં પણ રોપ-વે સર્વિસ બંધ રાખવાનો નિર્ણય -
યાત્રાધામ પાવાગઢ ખાતે આવતીકાલથી પાચ દિવસ રોપ વે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મેન્ટેન્સના કારણે રોપવે સુવિધા પાંચ દિવસ માટે બંધ રહેશે. 7 ઓગસ્ટ' સોમવારથી 11 ઓગસ્ટ શુક્રવાર સુધી રોપ વે બંધ રહેશે. 12 ઓગષ્ટ શનિવારથી રોપ વે રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. રોપ વેનું સંચાલન કરતી ખાનગી કંપની ઉષા બ્રેકો દ્રારા આ જાહેરાત કરવામાં આવી છે. પાવાગઢ ડુંગર ઉપર ચાલતા રોપ વે નિયમ અનુસાર વાર્ષિક મેન્ટેનન્સના કામગિરી કરવામાં આવે છે. દર્શનાર્થીઓને મંદિર સુધી પહોંચવા માટે પગપાળા જવાનું રહેશે.
દરિયા પર રોપ વે બનશે આ પ્રવાસન સ્થળે
સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવના દરિયા કિનારે વિશાળ સી ફ્રન્ટ બનાવની કામગીરી હાથ ધરાઈ છે. આવનારા વર્ષમાં પ્રવાસીઓ દીવને નવા રંગ રુપમાં જોશે. કેન્દ્ર શાસિત પ્રદેશ અને પ્રવાસન દીવનો સ્માર્ટ સીટીમાં સમાવેશ થયા બાદ અહીં એક પછી એક પ્રોજેકટ પર કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે હવે દીવના દરિયા કિનારે લોકો માટે વધુ એક સુવિધા યુક્ત સી ફ્રન્ટ બનવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
દીવના દરિયા કિનારે સી ફ્રન્ટનું કામ હાથ ધરવામા આવ્યું છે. આ સી ફ્રન્ટ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થવા જઈ રહ્યો છે. તો આગામી સમય બીજો એક મોટો પ્રોજેકટ પણ આકાર પામશે. દેશનો પહેલો દરિયા પર રોપ વે પણ દીવમાં આકાર પામશે. જે પણ 40 કરોડના ખર્ચે દરિયા ઉપર દોઢ કિમી લંબાઈ ધરાવતો આકાર પામશે. દીવ કિલ્લા નજીક આવેલા પોલીસ સ્ટેશનથી શરૂ થઈ ઘોઘલા સુધી આ રોપ વે તૈયાર થવા જઈ રહ્યો છે. હાલ દીવંમા અનેક કામો થઈ ચૂક્યા છે તો આગામી દિવસોમાં રોપવે સી ફ્રન્ટ બસ સ્ટેન્ડ હોટેલ સહિત અનેક પ્રોજેક્ટો ખુલા મુકવામાં આવશે. જેને લઈ દીવની સકલ અને સુરત બદલાય જશે.