શોધખોળ કરો

રાજ્યમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવની ઉજવણી થઈ શકે  તે માટે રૂપાણી સરકારે  શું લીધા મહત્વના નિર્ણયો, જાણો  

રાજ્યમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવની ઉજવણી થઈ શકે  તે માટે રૂપાણી સરકારે મહત્વના નિર્ણયો લીધા છે. 

ગાંધીનગર: રાજ્યમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવના આગામી તહેવારોની ઉજવણી લોકો કરી શકે તે હેતુસર મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. 
 
જન્માષ્ટમી તા.૩૦/૮/ર૦ર૧ સોમવારે રાત્રે ૧ર કલાકે કૃષ્ણ જન્મોત્સવ ઉજવી શકાય તે માટે  જે ૮ મહાનગરોમાં  રાત્રિ કરફયૂ અમલમાં છે તે મહાનગરોમાં તા.૩૦ ઓગસ્ટના એક દિવસ પૂરતો રાત્રિ કરફયુ રાત્રિના ૧ વાગ્યાથી અમલી કરાશે.

મંદિર પરિસરમાં એક સમયે એક સાથે વધુમાં વધુ ર૦૦ લોકોને દર્શન માટે છૂટ આપવામાં આવી છે. મંદિરોમાં દર્શન માટે આવનારા સૌ એ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ગાઇડ લાઇન્સ S.O.P નું પાલન ફરજિયાત પણે કરવાનું રહેશે. આ માટે બે ફૂટના અંતરે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ગોળ કુંડાળા-સર્કલ કરીને તેમાં ઊભા રહિ દર્શન કરવાના રહેશે. મંદિર પરિસરમાં ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમો પણ ચુસ્તપણે પાળવાના રહેશે. રાજ્યમાં જન્માષ્ટમી પર્વે યોજાતી શોભાયાત્રાની પરંપરા જળવાય તે માટે ૨૦૦ લોકોની સંખ્યામાં મર્યાદિત રૂટ ઉપર  યાત્રાની છૂટ અપાશે. રાજયમાં જન્માષ્ટમીના તહેવારોના લોકમેળા યોજવાની પરવાનગી આપવામાં આવશે નહિ. મટકી ફોડ ઉત્સવને પરવાનગી આપવામાં આવશે નહિ. 

મુખ્યમંત્રીએ ગણેશોત્સવનું પર્વ આગામી તા. ૯ સપ્ટેમ્બરથી તા.૧૯ સપ્ટેમ્બર દરમ્યાન રાજ્યમાં ઉજવાવાનું છે તે સંદર્ભમાં પણ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. તદઅનુસાર, સાર્વજનિક ગણેશોત્સવમાં ૪ ફૂટની ગણેશ પ્રતિમા તથા ઘરમાં બે ફૂટની ગણેશ પ્રતિમાની સ્થાપના કરી શકાશે. સાર્વજનિક ગણેશોત્સવના સ્થળોએ મંડપમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સ S.O.P પાલન, ફરજિયાત માસ્ક સાથે લોકો ગણેશ દર્શન કરી શકશે. આ માટે બે ફૂટના અંતરે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ગોળ કુંડાળા-સર્કલ કરીને તેમાં ઊભા રહિ દર્શન કરવાના રહેશે. સાર્વજનિક ગણેશોત્સવ સ્થળોએ માત્ર પૂજા-આરતી અને પ્રસાદ વિતરણની ધાર્મિક વિધિની જ છૂટ આપવામાં આવી છે અન્ય કોઇ જ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહિ. 
 
રાજ્યના ૮ મહાનગરોમાં ગણેશોત્સવ દરમ્યાન રાત્રે ૧૧ વાગ્યા સુધી લોકો દર્શન કરી શકે તે માટે આ દિવસો એટલે કે તા.૯ મી સપ્ટેમ્બરથી તા.૧૯ મી સપ્ટેમ્બર દરમ્યાન આ મહાનગરોમાં રાત્રિ કરફયુનો અમલ આ મહાનગરોમાં રાત્રે ૧ર વાગ્યાથી કરાશે.  ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ ૧૫ લોકોની મર્યાદામાં એક વાહન દ્વારા સ્થાપન-વિર્સજનની મંજૂરી આપવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં નશાના સોદાગરો પર ત્રાટકી પોલીસ: મહેસાણા અમદાવાદ હાઈવે પર ANTF નો સપાટો, લાખોનું MD ડ્રગ્સ ઝડપાયું
ડ્રગ્સ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન: મહેસાણાથી અરવલ્લી સુધી MD ડ્રગ્સનો કારોબાર પકડાયો
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
અમદાવાદ-વડોદરાની સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો, જાણો શું છે આખું કાવતરું?
અમદાવાદ-વડોદરાની સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો, જાણો શું છે આખું કાવતરું?

વિડિઓઝ

US Israel Iran War: ઈરાનમાં અત્યાર સુધી 1405 લોકોના થયા મોત
Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા? બુરા ન માનો હોલી હૈ
Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: હવે બિહારના મુખ્યમંત્રી નહિ રહે નીતિશ કુમાર? રાજ્યસભા મુદ્દે કરી મોટી જાહેરાત
Bihar Politics: હવે બિહારના મુખ્યમંત્રી નહિ રહે નીતિશ કુમાર? રાજ્યસભા મુદ્દે કરી મોટી જાહેરાત
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
તમારા પાન કાર્ડ પર કોઈએ લોન તો નથી લીધી ને, જાણો કેવી રીતે શોધી શકશો ?
તમારા પાન કાર્ડ પર કોઈએ લોન તો નથી લીધી ને, જાણો કેવી રીતે શોધી શકશો ?
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ

Embed widget