શોધખોળ કરો

સાબરકાંઠા સાયબર ક્રાઇમની મોટી સફળતા, જાગૃત બેંક કર્મચારીની સતર્કતાએ વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનતા અટકાવ્યા

Digital Arrest: સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસે એક જાગૃત બેંક કર્મચારીની મદદથી 'ડિજિટલ અરેસ્ટ' સ્કેમનો મોટો પર્દાફાશ કરી 75 વર્ષીય વૃદ્ધ દંપતીને લાખો રૂપિયાની ઠગાઈથી ઉગારી લીધા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મુંબઈ પોલીસના સ્વાંગમાં ઠગોએ વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટ કર્યા.
  • ઠગોએ 25 તોલા સોનું, ₹2 લાખ FD પડાવવા પ્રયાસ કર્યો.
  • બેંક કર્મચારીની સતર્કતાથી સાયબર ક્રાઈમ પોલીસે દંપતીને બચાવ્યા.
  • પોલીસે નાગરિકોને 'ડિજિટલ અરેસ્ટ' સ્કેમથી સતર્ક રહેવા અપીલ કરી.

Digital Arrest: સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસે એક જાગૃત બેંક કર્મચારીની મદદથી 'ડિજિટલ અરેસ્ટ' સ્કેમનો મોટો પર્દાફાશ કરી 75 વર્ષીય વૃદ્ધ દંપતીને લાખો રૂપિયાની ઠગાઈથી ઉગારી લીધા છે. મુંબઈ પોલીસના અધિકારીઓ તરીકે ઓળખ આપીને ફ્રોડસ્ટર્સે દંપતીને સતત ત્રણ દિવસ સુધી વિડીયો કોલ પર રાખ્યા હતા અને 25 તોલા સોનું તેમજ ₹2 લાખની ફિક્સ ડિપોઝિટ (FD) હડપવાનો ખેલ રચ્યો હતો.

મુંબઈ પોલીસ અને નાણાકીય કૌભાંડનો ભય બતાવી 3 દિવસ 'ડિજિટલ અરેસ્ટ' કર્યા

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સાયબર ગુનેગારોએ 75 વર્ષીય વૃદ્ધ અને તેમના પત્નીને ફોન કરીને ખોટો ડર બતાવ્યો હતો કે, તેમના આઈડી સાથે લિંક થયેલા સિમ કાર્ડનો ઉપયોગ "નરેશ ગોયલ" નામના વ્યક્તિ સાથે જોડાયેલા મોટા નાણાકીય કૌભાંડમાં થયો છે. કાનૂની કાર્યવાહીથી ડરાવીને ઠગોએ સતત ત્રણ દિવસ સુધી વિડીયો કોલ દ્વારા દંપતીને "ડિજિટલ અરેસ્ટ" હેઠળ રાખ્યા હતા.

આ પણ વાંચો....વાવ-થરાદ અને દિયોદરમાં મેઘતાંડવ, ભારે વરસાદથી અનેક ઘરોમાં પાણી ભરાયા, શાળાઓમાં રજા જાહેર

ત્યારબાદ કેસમાંથી નામ હટાવવાના બહાને ઠગોએ પૈસાની માગણી કરી હતી. ગુનેગારોએ દંપતી પાસે રહેલું 25 તોલા સોનું ઓગાળીને બિસ્કિટ બનાવવાની અને ₹2 લાખની FD તોડીને રકમ ભેગી કરવાની સૂચના આપી હતી.

બેંક કર્મચારીની સતર્કતા અને સાયબર ક્રાઇમનું સમયસર રેસ્ક્યૂ

ઠગાઈનો આ પ્રયાસ ત્યારે નિષ્ફળ ગયો જ્યારે ગભરાયેલું વૃદ્ધ દંપતી પૈસા અને સોનાની વ્યવસ્થા કરવા એક્સિસ બેંકની શાખામાં પહોંચ્યું હતું. બેંકના એક જાગૃત કર્મચારીએ દંપતીને ભારે ગભરાયેલા જોતાં તેમને શંકા ગઈ હતી. તેમણે સમય સૂચકતા વાપરી તાત્કાલિક સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરી હતી.

ઘટનાની ગંભીરતા જોઈને સાયબર ક્રાઇમની ટીમ તુરંત બેંક પહોંચી હતી અને દંપતીનું કાઉન્સેલિંગ કર્યું હતું. પોલીસે તેમને આશ્વાસન આપ્યું કે તેઓ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે અને કોઈ કાનૂની કાર્યવાહી થવાની નથી. આમ, બેંક કર્મચારી અને પોલીસની સક્રિયતાથી દંપતીનું સોનું અને રોકડ રકમ સુરક્ષિત રહી હતી.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની બેંકો અને પોલીસને મહત્વપૂર્ણ સૂચના

નાગરિકોને સાયબર ફ્રોડથી બચાવવા માટે નાયબ મંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને બેંક અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે પોલીસ અને બેંકો વચ્ચે વધુ સંકલન સાધીને ત્વરિત સહાય પૂરી પાડવા અને આવા ગુનાઓ અટકાવવા કડક નિર્દેશ આપ્યા છે.

પોલીસની નાગરિકોને ખાસ અપીલ

પોલીસે વરિષ્ઠ નાગરિકોને "ડિજિટલ અરેસ્ટ" સ્કેમથી અત્યંત સતર્ક રહેવા અપીલ કરી છે. પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ પોલીસ કે સરકારી એજન્સી ક્યારેય પણ વિડીયો કોલ દ્વારા તપાસ કરતી નથી કે પૈસાની માંગણી કરતી નથી. જો કોઈ વ્યક્તિ આવા ફેક કોલ કરે તો ગભરાયા વગર તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 અથવા નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર સંપર્ક કરવો.

Frequently Asked Questions

'ડિજિટલ અરેસ્ટ' સ્કેમ શું છે?

આ એક ઠગાઈ છે જેમાં ગુનેગારો પોલીસ અધિકારી તરીકે ઓળખ આપીને નાગરિકોને ધમકાવે છે. તેઓ ભોગ બનનારને વિડીયો કોલ પર રાખી કાનૂની કાર્યવાહીનો ડર બતાવી પૈસા કે સંપત્તિ પડાવી લે છે.

વૃદ્ધ દંપતીને આ ઠગાઈથી કેવી રીતે બચાવવામાં આવ્યા?

એક જાગૃત બેંક કર્મચારીએ દંપતીને ગભરાયેલા જોઈ સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરી. પોલીસે સમયસર પહોંચી કાઉન્સેલિંગ કરતા દંપતીના પૈસા અને સોનું સુરક્ષિત રહ્યા.

જો આવા ફેક કોલ આવે તો નાગરિકોએ શું કરવું જોઈએ?

આવા ફેક કોલ આવે તો ગભરાયા વગર તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર અથવા નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર સંપર્ક કરવો. પોલીસ ક્યારેય વિડીયો કોલ દ્વારા પૈસા માંગતી નથી.

ઠગાઈ કરનારાઓએ દંપતીને કયા ખોટા બહાના હેઠળ ડરાવ્યા હતા?

ઠગાઈ કરનારાઓએ દંપતીને જણાવ્યું હતું કે તેમના આઈડી સાથે લિંક થયેલા સિમ કાર્ડનો ઉપયોગ

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત પર 5 સિસ્ટમ સક્રિય: હવામાન અને અંબાલાલ પટેલે આપી ધોધમાર વરસાદની ચેતવણી
ગુજરાત પર 5 સિસ્ટમ સક્રિય: હવામાન અને અંબાલાલ પટેલે આપી ધોધમાર વરસાદની ચેતવણી
Ambalal patel: ગુજરાતમાં આગામી 24 કલાક ભારે,  અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી
Ambalal patel: ગુજરાતમાં આગામી 24 કલાક ભારે,  અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Embed widget