Rain: 10 ઇંચ વરસાદથી ખેડબ્રહ્મા જળબંબાકાર, હરણાવ નદી બે કાંઠે થઇ, નેશનલ હાઇવે થયો પ્રભાવિત
Sabarkantha Rain: ચોમાસાની શરૂઆતમાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે, સાબરકાંઠા અને બનાસકાંઠામાં સૌથી વધારે વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો છે

Sabarkantha Rain: સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ જબરદસ્ત રીતે બેટિંગ શરૂ કરી દીધી છે. છેલ્લા 24 કલાકમાં 159 તાલુકાઓમાં વરસાદે તબાહી મચાવી છે. સાબરકાંઠાના વડાલીમાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ઘરો-દુકાનોમાં પાણી ઘૂસ્યા છે, સાથે સાથે ખતરો પાણી પાણી થયા છે અને નેશનલ હાઇવે પ્રભાવિત થયો છે. સિઝનમાં પ્રથમવાર ઇડરની હરણાવ નદી બે કાંઠે થઇ છે, હરણાવ નદીમાં પાણી વધતાં લોકોને એલર્ટ કરાયા છે.
છેલ્લા 24 કલકામાં સાબરકાંઠામાં ભારે વરસાદ વરસ્યો છે, જિલ્લામાં સૌથી વધુ વરસાદ વડાલીમાં 12 ઇંચ ખાબક્યો છે, તો વળી, ખેડબ્રહ્મામાં 10 ઇંચ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થયુ છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાંથી પસાર થતી હરણાવ નદી પણ પૂરજોશમાં વહેતી થઇ છે. હરણાવ નદી હાલમાં બે કાંઠે વહી રહી છે. સતત બે દિવસથી વડાલી, ખેડબ્રહ્મા, ઈડર, વિજયનગર પંથકમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ખેડૂતો પણ ખુશ છે. મોટાભાગની નદીઓમાં નવા નીર આવ્યા છે અને નેશનલ હાઇવે પણ પ્રભાવિત થયો છે.

ખેડબ્રહ્મામાં 24 કલાકમાં 14 ઇંચ વરસાદ
ચોમાસાની શરૂઆતમાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે, સાબરકાંઠા અને બનાસકાંઠામાં સૌથી વધારે વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો છે, ખેડબ્રહ્માની હરણાવ નદી બે કાંઠે વહેતી થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે, ઉપરવાસમાં અવિરત વરસાદને પગલે હરણાવ નદી બે કાંઠે વહેતી થઈ છે, સિઝનમાં પ્રથમવાર ખેડવા ડેમમાં પાણીની આવક નોંધાઈ છે, હરણાવ નદી બે કાંઠે વહેતી થતા ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થશે.

22 જુન સુધી ભારે વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ, 20 થી 26 જૂન દરમિયાન કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત રાજ્યમાં છૂટાછવાયા ભારે વરસાદની શક્યતા છે, જ્યારે 22 થી 24 જૂન દરમિયાન ખૂબ જ ભારે વરસાદની શક્યતા છે.
સાબરકાંઠા જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસ્યો હતો. ઈડરમાં 5.5 ઈંચ વરસાદથી પાણી ભરાયા હતા. રેલવે અન્ડરપાસમાં પાણી ભરાયા હતા. વાહનચાલકો માટે અંડરપાસ બંધ કરાયો હતો. વાહનચાલકો ડાયવર્ઝનનો ઉપયોગ કરી રહ્યા છે. સાબરકાંઠામાં ધોધમાર વરસાદથી ઇડરમાં ભેસ્કા નદી પરનો કાનપુર પાસનો કોઝવે ધોવાયો હતો. અરવલ્લીમાં ધોધમાર વરસાદથી નદીઓ બે કાંઠે થઇ હતી. ભિલોડા તાલુકાની 3 નદી બે કાંઠે વહેતી થઇ હતી. હાથમતી, બુઢેલી, ઈંદ્રાસી નદી બે કાંઠે વહેતી થઇ હતી. સીઝનમાં પ્રથમ વખત નદીઓમાં નવા નીર આવતા ખેડૂતો ખુશ થયા હતા.





















