શોધખોળ કરો

Botad Rain: બોટાદના સાળંગપુર રોડ અંડર બ્રિજમાં પાણી ભરાતા વાહનવ્યવહાર માટે બંધ

આજે વહેલી સવારથી જ બોટાદ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. બોટાદ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

બોટાદ: આજે વહેલી સવારથી જ બોટાદ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. બોટાદ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે બોટાદ શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. બોટાદ શહેરના સાળંગપુર રોડ પરના અંડર બ્રિજમાં પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર માટે બંધ કરાયો છે. 

અંડર બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ

સાળંગપુર રોડ પરના અંડર બ્રિજમાં પાણી ભરાઈ જતા આ અંડર બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે.  અંડર  પાસની બંને બાજુ બેરીકેટ લગાવવામાં આવ્યા છે.  બેરીકેટ સાથે અંડર બ્રિજમાં કોઈ પસાર ન થાય તેને લઈ પોલીસ તૈનાત કરાઈ છે. શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે અંડર પાસમાં ડામરનું ધોવાણ થયું છે.  

બોટાદ જિલ્લામાં ભારે વરસાદના કારણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.  બોટાદ કલેક્ટર દ્રારા આવતીકાલ સવારે 6 વાગ્યા સુધી બોટાદ જિલ્ માં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બોટાદ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે.  જિલ્લાના વરસેલા ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયા છે. બોટાદ જિલ્લા કલેક્ટર ડો.જેન્સી રોય દ્રારા  માહિતી આપવામાં આવી છે. બોટાદમાં  15 ઈંચ વરસાદ વરસ્યો છે. રાણપુરમાં 5 અને બરવાળામાં 9 ઇંચ જ્યારે ગઢડામાં 14 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. 

લાઠીદડ પાસે ભયંકર વહેણમાં ઇકો કાર ફસાઈ ગઈ  હતી.  જિલ્લા વહીવટી તંત્રની ત્વરિત કાર્યવાહીથી 2 લોકોના જીવ બચાવાયા છે. જ્યારે 1 મૃતદેહ મળી આવ્યો છે. બરવાળા તાલુકામાં સતત ધોધમાર વરસાદ થતા ઉતાવળી નદી બે કાંઠે વહેતી થઈ છે. પાણી પુલ પર ફરી વળતા વાહનવ્યવહારને અસર થઇ છે. ધંધુકા તરફ જવાનો એક તરફનો પુલ બંધ કરાયો છે. પુલ પર એક તરફથી જ તમામ વાહનોની અવરજવર થઇ રહી છે. ખાંભડા ડેમના 4 દરવાજા ખોલાયા છે. ભારે વરસાદથી ડેમમાં સતત નીરની આવક થઇ રહી છે. ડેમના 4 દરવાજા 0.90 મીટર સુધી ખોલવામાં આવ્યા. ડેમમાંથી પાણી ઉતાવળી નદીમાં છોડાયું. 

ભારે વરસાદને લઈ  ખેતરો બેટમાં ફેરવાયા

બરવાળા પંથકમાં સતત વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે.  ખેતરોમાં વાવેલ પાકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.  ખેતરોની પ્રોટેક્શન દિવાલો તોડી પાણી વહી રહ્યા છે. વાવેતર કરાયેલા લીંબુના છોડ અડધા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. બરવાળા પંથકમાં પણ જોરદાર વરસાદ વરસ્યો છે.    

બોટાદ પંથકમાં ખેડૂતો કપાસ, એરંડા જેવા પાકનું વાવેતર કર્યા બાદ મેઘ મહેરની આસ લઈ બેઠા હતા ત્યારે 2 દિવસનો સતત વરસાદ મેઘ મહેરાના બદલે કહેર સાબિત થયો છે. ખેડૂતોના મોંઘા પાકને મસમોટા નુકસાનની ભીતિ સતાવી રહી છે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ

વિડિઓઝ

Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Embed widget