શોધખોળ કરો

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપનો કેસરિયો: ક્યાંક 'આપ'નો પગપેસારો તો ક્યાંક કોંગ્રેસના સૂપડા સાફ!

Saurashtra kutch Polls: સૌરાષ્ટ્ર-કચ્છ ચૂંટણી: જામનગરમાં ભાજપનું ક્લીન સ્વીપ, બગસરામાં 'આપ'ની સત્તા, કોંગ્રેસ સાફ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • બગસરામાં AAP ની બહુમતી, કોંગ્રેસે લીલીયામાં શાખ બચાવી.

Saurashtra kutch Polls: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થતા જ ચારેકોર ભાજપનો જયજયકાર જોવા મળી રહ્યો છે. આ પરિણામોમાં સત્તાનું સિંહાસન ફરી એકવાર ભાજપના ફાળે ગયું છે. જામનગર, મોરબી અને પોરબંદર જેવા મોટા શહેરોના કોર્પોરેશનથી લઈને જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જોકે, આ ચૂંટણીમાં સૌથી ચોંકાવનારી બાબત આમ આદમી પાર્ટી (AAP) ની એન્ટ્રી અને કોંગ્રેસના સૂપડા સાફ થવાની રહી છે. અમુક જગ્યાએ ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે, તો અમુક તાલુકાઓમાં 'આપ' અને કોંગ્રેસે સત્તા કબજે કરીને સ્થાનિક સમીકરણો બદલી નાખ્યા છે.

જામનગરમાં ઐતિહાસિક જીત અને અન્ય પાલિકાઓના હાલ

જામનગર મહાનગરપાલિકામાં ભાજપે ઐતિહાસિક ક્લીન સ્વીપ કર્યું છે. અહીં કુલ 16 વોર્ડની તમામે તમામ 44 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે. અહીં કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા અને પૂર્વ વિપક્ષી નેતા ધવલ નંદાની પેનલનો કારમો પરાજય થયો છે અને કોંગ્રેસ કે AAP ખાતું પણ ખોલાવી શક્યા નથી.

ભુજ નગરપાલિકાની વાત કરીએ તો કુલ 44 બેઠકોમાંથી ભાજપે 28 બેઠકો (જેમાં 6 બિનહરીફ) જીતી છે, જ્યારે કોંગ્રેસને 13 અને AIMIM ને 3 બેઠકો મળી છે. વોર્ડ 1 માં AIMIM ને 3 અને કોંગ્રેસને 1 બેઠક મળી હતી, જ્યારે અમુક વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલ જીતી છે. બાબરા નગરપાલિકાની 24 બેઠકોમાંથી 22 પર ભાજપ અને 2 પર કોંગ્રેસ વિજેતા બની છે. ધારીમાં 28 બેઠકોમાંથી ભાજપે 22 (જેમાં 4 બિનહરીફ) બેઠકો જીતી છે અને 6 બેઠકો AAP ને મળી છે, જ્યારે કોંગ્રેસ અહીં સાફ થઈ ગઈ છે.

જિલ્લા અને તાલુકા પંચાયતોના રસપ્રદ પરિણામો

તાલુકા પંચાયતોના પરિણામોમાં ઘણો ઉલટફેર જોવા મળ્યો છે:

અમરેલી તાલુકા પંચાયત: કુલ 18 બેઠકોમાંથી ભાજપે 16, જ્યારે કોંગ્રેસ અને આપે 1-1 બેઠક મેળવી છે.

બગસરા તાલુકા પંચાયત: અહીં મોટો ઉલટફેર થયો છે, કુલ 16 બેઠકોમાંથી AAP એ 10 બેઠકો જીતીને સીધી સત્તા કબજે કરી લીધી છે, જ્યારે ભાજપને 6 બેઠકો મળી છે.

ખાંભા તાલુકા પંચાયત: 16 માંથી 12 ભાજપ, 3 આપ અને 1 કોંગ્રેસના ફાળે ગઈ છે.

લીલીયા તાલુકા પંચાયત: અહીં કોંગ્રેસે પોતાની શાખ બચાવી છે અને 16 માંથી 9 બેઠકો જીતીને બહુમતી મેળવી છે, સામે ભાજપને 7 બેઠકો મળી છે.

દ્વારકા જિલ્લા પંચાયતની ધરમપુર બેઠક પર છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલીને ભાજપે ટિકિટ આપેલા ચીમનભાઈ નકુમ જીત્યા છે. તો કલ્યાણપુર-ભાટિયા બેઠક પર કોંગ્રેસના જેતુબેન સોનગરાનો વિજય થયો છે. આ ઉપરાંત, ધ્રોલ-ખારવા બેઠક પર ભાજપના રંજનબેન જીવાણીએ 4000 મતોની જંગી લીડથી ભવ્ય જીત નોંધાવી છે. એકંદરે મોટાભાગના વિસ્તારોમાં ભાજપનો દબદબો છે, પરંતુ વિપક્ષોને પણ કેટલીક જગ્યાએ મળેલી સફળતાથી રાજકીય માહોલ ગરમાયો છે.

આ પણ વાંચોઃ જીલ્લા પંચાયતોમાં કોંગ્રેસને એવો માર પડ્યો કે બેઠકો તો માંડ આંગળીના વેઢે ગણાય એવી જ આવી! જુઓ લિસ્ટ

Frequently Asked Questions

તાલુકા પંચાયતોના પરિણામોમાં ક્યાં મુખ્ય ઉલટફેર જોવા મળ્યો?

બગસરા તાલુકા પંચાયતમાં મોટો ઉલટફેર થયો છે, જ્યાં AAP એ 16 માંથી 10 બેઠકો જીતીને સીધી સત્તા કબજે કરી લીધી છે. જ્યારે ભાજપને 6 બેઠકો મળી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Embed widget