Fake Mark Sheet: દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ધોરણ 10ની બનાવટી માર્કશીટનું કૌભાંડ ઝડપાયું
Marksheet: બનાવટી માર્કશીટનો ઉપયોગ વાહનના નાવિક તરીકેની નોકરી મેળવવા થતો હતો.
Fake Marksheet: દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ધોરણ 10ની બનાવટી માર્કશીટનું કૌભાંડ ઝડપાયું છે. દ્વારકા SOG દ્વારા ધોરણ 10ની 66 બનાવટી માર્કશીટ પકડી પાડવામાં આવી છે. બનાવટી માર્કશીટ બનાવનાર 21 વર્ષીય અજીમ અકબર કુંગડાની ધરપકડ કરવામાં આવી છે. દ્વારકા જિલ્લાના સલાયા બંદરની અલ ફૈઝે કાસિમ નામની દુકાનમાં કૌભાંડ ચાલતું હતું.
બનાવટી માર્કશીટનો ઉપયોગ વાહનના નાવિક તરીકેની નોકરી મેળવવા થતો હતો. વહાણના નાવિક માટે સ્ટાન્ડર્ડ ઓફ ટ્રેનિંગ, સર્ટિફિકેશન એન્ડ વોચકીપિંગની તાલીમ મેળવવી જરૂરી હોય છે. આ તાલીમ માટે ધોરણ 10 પાસની લાયકાત જરૂરી હોય છે, જેના માટે બનાવટી માર્કશીટ બનાવતા હતા. SOGએ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આજે ધો.12 સાયન્સનું પરિણામ
શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2023માં લેવાયેલી ધોરણ-10 અને ધોરણ-12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામે તબક્કાવાર પ્રસિદ્ધ કરવામાં આવશે. તેમાં ધોરણ-12 સાયન્સનું પરિણામ આજે સવારે 9.00 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર જાહેર કરાશે. તે ઉપરાંત ગુજકેટની પરીક્ષાનું પણ સવારે જાહેર થશે. વિદ્યાર્થીઓ http://gseb.org પર સવારે 9 વાગે પરિણામ જોઈ શકશે. તે ઉપરાંત વ્હોટ્સએપ પર પણ પરિણામ જાણવા મળશે. વિદ્યાર્થીઓએ 6357300971 પર બેઠક નંબર મોકલીને વ્હોટ્સએપથી પણ પરિણામ જાણી શકશે. ધો. 12 સાયન્સ બાદ સામાન્ય પ્રવાહનું પરિણામ મે માસના છેલ્લા વીક અને ધોરણ-10નું જૂનના પ્રથમ વીકમાં પ્રસિદ્ધ કરાશે શિક્ષણ બોર્ડના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે. શિક્ષણ બોર્ડ દ્વારા ગત તારીખ 14મીથી તારીખ 28મી, માર્ચ સુધી લેવાયેલી ધોરણ-10 અને 12ની પરીક્ષાની ઉત્તરવહી મૂલ્યાંકન સહિતની કામગીરી પૂર્ણ થઇ જવામાં આવી છે. ઉપરાંત હાલમાં પરિણામની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમાં માર્કશીટ બનાવવાની સાથે સાથે વિદ્યાર્થીઓના વિષયવાર ગુણ મુકવાની કામગીરી કરવામાં આવી રહી છે. ધોરણ-12 સાયન્સની પરીક્ષા રાજ્યભરમાંથી 110382, ધોરણ-12 સામાન્ય પ્રવાહના 565528 અને ધોરણ-10ની 956753 વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જોકે પરીક્ષામાં વિદ્યાર્થીઓની ગેરહાજરી રહેવા પામી હતી. શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા પૂર્ણ થતાં જ મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓના વિષયવાર ગુણ એનાલીસીસ તેમજ માર્કશીટ તૈયાર કરવાની કામગીરી કરાઇ રહી છે.
આ પણ વાંચોઃ