આણંદમાં બોગસ માર્કશીટ બનાવવાનું કૌંભાડ ઝડપાયું, જાણો વધુ વિગતો
આણંદ શહેરમાંથી બોગસ માર્કશીટ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. શહેરના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે વેન્ડોર ચોકડી પરના શ્રીનાથજી શોપીંગ સેન્ટરમાં આવેલી શીવ ઓવરસીઝની ઓફિસમાં દરોડો પાડ્યો હતો.
આણંદ: આણંદ શહેરમાંથી બોગસ માર્કશીટ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. શહેરના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે વેન્ડોર ચોકડી પરના શ્રીનાથજી શોપીંગ સેન્ટરમાં આવેલી શીવ ઓવરસીઝની ઓફિસમાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં બે શખ્સને બોગસ માર્કશીટ કૌભાંડમાં પકડી પાડ્યા હતા. આ શખ્સો વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ પાસેથી નાણા લઈ માંગો તે માર્કશીટ બનાવી આપતા હતા. પોલીસે કુલ ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના સબ ઈન્સ્પેક્ટર સહિતની ટીમને બાતમી મળી હતી કે શહેરની વેન્ડોર ચોકડી ખાતે આવેલા શ્રીનાથજી શોપીંગ સેન્ટરમાં શીવ ઓવરસીઝ નામની એજન્સી ચલાવે છે અને વિદેશ જવા ઈચ્છતા ગ્રાહકોને બનાવટી માર્કશીટ, દસ્તાવેજોના આધારે વિદેશ મોકલી આપે છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.
આ દરમિયાન ઓફિસમાંથી એક શખ્સ ઝડપાયો હતો. આ શખ્સ વિદેશ જવા ઈચ્છતા ગ્રાહકોને વિદેશ મોકલવા અંગેના વિઝા અંગેનું કામ કરતા હોવાનું કબુલ્યું હતું. પોલીસે ઓફિસના ટેબર પર રહેલા લેપટોપ અને મોબાઈલ કબજે કર્યા હતા. જેની તપાસ કરતા પોલીસને અલગ-અલગ રાજ્યોની શૈક્ષણિક સંસ્થાઓના સર્ટીફિકેટ, માર્કશીટની ફોટોકોપી તેમજ સ્કેન કરેલી સોફ્ટકોપીઓ મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી 65 હજાર રુપિયાનો મુદ્દામાલ કબજે કરી આણંદ ટાઉન પોલીસ મથકે નોંધ કરી હતી.
થોડા દિવસો પહેલા વિદેશ જવા માટે નકલી દસ્તાવેજો બનાવી આપતી ગેંગ સુરતમાંથી ઝડપાઈ હતી
સુરત શહેરના ઉત્રાણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી નકલી માર્કશીટ (Marksheet) નું કૌભાંડ ઝડપાયું હતું. ઉત્રાણ પોલીસ દ્વારા 3 ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી. ઓ લોકો પાસેથી 80 હજારથી લાખ રૂપિયા લેતા હતા. આ ઇસમો પાસેથી અલગ-અલગ રાજ્યોના શિક્ષણ બોર્ડ તેમજ યુનિવર્સિટીઓની નકલી માર્કશીટો (Marksheet) જપ્ત કરવામાં આવી હતી. આ શખ્સો સર્ટિફિકેટ (Certificate) અને માર્કશીટ (Marksheet) તૈયાર કરવા માટે લોકો પાસેથી 80 હજારથી લાખ રૂપિયા પડાવતા હતી.
પોલીસને આ શખ્સો પાસેથી અલગ-અલગ યુનિવર્સિટી (University) તેમજ અલગ-અલગ રાજ્યના શિક્ષણ બોર્ડની 13 જેટલી માર્કશીટ (Marksheet) અને સર્ટિફિકેટ મળ્યા હતા. આ ઉપરાંત આરોપીઓ પાસેથી લેપટોપ મોબાઈલ કુલ મળીને પોલીસે 1,59,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ઉત્રાણ પોલીસે કુલ 6 આરોપી સામે FIR દાખલ કરી હતી.