શોધખોળ કરો
Advertisement
વલસાડ: રિપોર્ટ નેગેટિવ છે કહી તેને ઘરે મોકલ્યો ને થોડી જ મીનિટોમાં આરોગ્યની ટીમ તેને લેવા તેના ઘરે પહોંચી પછી.....
કોસંબામાં કોરોના શંકાસ્પદને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ત્યારે કોરેન્ટાઈન કરેલા વ્યક્તિનો રિપોર્ટ નેગેટિવ છે કહીને મુક્ત કરી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ હોસ્પિટલમાંથી વ્યક્તિ ગામમાં આવેલા પોતાના ઘરે પહોંચ્યો હતો
વલસાડ: દક્ષિણ ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે આજે કોરોનાને લઈને એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી હતી. વલસાડ જિલ્લાના આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. કોસંબામાં કોરોના શંકાસ્પદને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
વલસાડ જિલ્લાના કોસંબામાં કોરોના શંકાસ્પદને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ત્યારે કોરેન્ટાઈન કરેલા વ્યક્તિનો રિપોર્ટ નેગેટિવ છે કહીને મુક્ત કરી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ હોસ્પિટલમાંથી વ્યક્તિ ગામમાં આવેલા પોતાના ઘરે પહોંચ્યો હતો. જોકે થોડી જ મીનિટોમાં આરોગ્યની ટીમ તે ગામમાં પહોંચી હતી.
ત્યાર આરોગ્ય ટીમ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ છે તેમ કહીને ફરી દર્દીને લેવા માટે ગામમાં પહોંચી હતી. ત્યારે ગામમાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારીને કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
કોસંબામાં આરોગ્યની ટીમ દર્દીને લેવા માટે ગામમાં પહોંચતાં ગામના લોકોમાં રોષ જોવા મળ્યો હતો. વલસાડ જિલ્લામાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે.
રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 21 હજારને પાર પહોંચી છે. હાલ રાજ્યમાં કુલ સંક્રમિત સંખ્યા 21044 પર પહોંચી છે અને મૃત્યુઆંક 1313 પર પહોંચ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 14373 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 5358 એક્ટિવ કેસ છે, જેમાંથી 64 વેલ્ટીલેટર પર છે અને 5299 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધી કુલ 2 લાખ 61 હજાર 587 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement