શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રના આ શહેરમાં કોરોનાના કેસો સતત વધવા લાગતાં વેપારીઓએ શું લીધો મોટો નિર્ણય ? જાણો વિગત
સુરેન્દ્રનગરમાં 30 જુન ને મંગળવારથી 9 થી 2 સુધી જ દુકાનો અને મોલ ખુલ્લા રહેશે. સુરેન્દ્રનગર વેપારી મંડળે 7 જુલાઈ સુધી આ સ્વૈચ્છિક નિર્ણય લીધો છે.
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેસ વધતા સુરેન્દ્રનગર વેપારી મંડળે મોટો નિર્ણય લીધો છે. સુરેન્દ્રનગરમાં 30 જુન ને મંગળવારથી 9 થી 2 સુધી જ દુકાનો અને મોલ ખુલ્લા રહેશે. તેમજ 2 વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રહેશે. સુરેન્દ્રનગર વેપારી મંડળે 7 જુલાઈ સુધી આ સ્વૈચ્છિક નિર્ણય લીધો છે.
સુરેન્દ્રનગરમાં કાપડ, રેડીમેન્ટ, કેલેરી, સોના-ચાંદી, તેલ બજાર, અનાજ બજાર, ટ્રાન્સપોર્ટ , ઈલેક્ટ્રોનિકના તમામ વેપારીઓ સ્વૈચ્છિક બંધ રાખવાનો નિણર્ય લીધો છે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી સુરેન્દ્રનગરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, તેમજ હાલ, સુરેન્દ્રનગરમાં કોરોનાના 59 એક્ટિવ કેસો છે. તેમજ અત્યાર સુધીમાં 65 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ 150 લોકોના કોરોનાથી મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion