Gujarat Rain: જૂનાગઢના આ ગામમાં 6 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
Gujarat Rain Update:જૂનાગઢના થાણાપીપળી ગામમાં છ ઇંચ વરસાદ પડતા ચારે તરફ પાણી જ પાણી થઈ ગયું છે. બપોરના સમયે આવેલા વરસાદે ગામમાં જળબંબાકારની સ્થિતિ ઉભી કરી છે.
Gujarat Rain Update: જૂનાગઢના થાણાપીપળી ગામમાં છ ઇંચ વરસાદ પડતા ચારે તરફ પાણી જ પાણી થઈ ગયું છે. બપોરના સમયે આવેલા વરસાદે ગામમાં જળબંબાકારની સ્થિતિ ઉભી કરી છે. હાલમાં ગામના તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
તો બીજી તરફ જૂનાગઢ શહેર અને ગિરનાર જંગલમાં ધોધમાર વરસાદ પડ્યો છે. બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતા અનેક જગ્યાએ પાણી ભરાયા છે. સોનરખ નદીમાં પુર આવતા દામોદર કુંડ ફરી છલકાયો છે. જૂનાગઢ શહેરના સાબલ પુર, દોલતપરા, મજેવડી દરવાજા, ચિતા ખાના, આઝાદ ચોક સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. આ ઉપરાંત જૂનાગઢના ગ્રામ્ય વિસ્તાર વડાલ, સુખપુર, બામણ ગામ ,ડેરવાન,ચોકલીમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
આ ઉપરાંત વિસાવદરમાં પણ વિરામ બાદ વધુ બે ઇંચ વરસાદ પડ્યો છે. શહેરના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. વિસાવદરમાં સીઝનનો 23 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. વિસાવદરના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે. જેમાં પ્રેમપરા, મોણપરી, ખાંભા, લાલપુર, કોટડા, સહિતના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં 8-9 જુલાઇ ભારે વરસાદની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સામાન્ય છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી છે.
6,7,8 જુલાઈ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી
છોટાઉદેપુરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. 6,7,8 જુલાઈ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠામાં મહીસાગર દાહોદમાં ભારે થી ભારે વરસાદની આગાહી છે. 8 અને 9 જુલાઈ અતિ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત વરસાદની સંભાવના છે. અમદાવાદમાં દક્ષિણ અમદાવાદ ભારે વરસાદ તેમજ સિટીમાં છૂટા છવાયા વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કાલે સામાન્ય વરસાદ પરંતુ ત્યારબાદ ભારેથી હતી ભારે વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે. મધ્યપ્રદેશમાં સેન્ટ્રલમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર રાજ્યમાં. આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચન. વરસાદની સાથે પવનની ગતિ તેજ રહેશે. અત્યાર સુધી ગુજરાતમાં 117મીમી વરસાદ અને 22 મીમી વરસાદની ઘટ છે.