Somnath : આપના કયા દિગ્ગજ નેતાને લોકોએ ચડાવ્યા ધક્કે? નેતાએ શું લગાવ્યો આક્ષેપ?
આપના ઇસુદાન અને ગોપાલ ઇટાલીયા સોમનાથ દર્શને પહોંચ્યા હતા. ગોપાલ ઇટાલીયાનો સમસ્ત બ્રહ્મ સમાજ અને હિંદુ સંગઠનો દ્વારા વિરોધ દર્શાવાયો હતો. મંદિર પરિસરમાં ગોપાલ ઈટાલિયા પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સોમનાથઃ આમ આદમી પાર્ટી (આપ)ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને સોમનાથ મંદિરની બહાર ધક્કે ચડાવ્યાનો મામલો સામે આવ્યો છે. ગોપાલ ઇટાલિયા પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા પહોંચ્યા છે. ભાજપ પ્રેરીત લોકોએ હુમલો કર્યાનો ગોપાલ ઇટાલિયાનો દાવો છે.
આપના ઇસુદાન અને ગોપાલ ઇટાલીયા સોમનાથ દર્શને પહોંચ્યા હતા. ગોપાલ ઇટાલીયાનો સમસ્ત બ્રહ્મ સમાજ અને હિંદુ સંગઠનો દ્વારા વિરોધ દર્શાવાયો હતો. મંદિર પરિસરમાં ગોપાલ ઈટાલિયા પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
Surat Politics : આપના કયા ટોચના નેતાએ બીજેપીને ભાજપ ઝઘડા પાર્ટી ગણાવી ?
સુરતઃ સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણી આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની હાજરીમાં સવાણી પાર્ટીમાં જોડાયા હતા. સિસોદિયાએ મહેશ સવાણીને આપ માં આવકાર આપ્યો હતો. મહેશ સવાણી પાટીદાર આગેવાન અને સમાજ સેવક છે. મહેશ સવાણીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી સેંકડો દીકરીએનાં લગ્ન કરાવ્યા છે. કોરોના કાળમાં સૌરાષ્ટ્રમાં જનરેટર પહોંચાડી મહેશ સવાણીએ સેવા બજાવી છે.
ભાજપ બધા સાથે લડે છેઃ મનીષ સિસોદીયા
પ્રેસ કોન્ફરન્સમાં મનીષ સિસોદીયાએ કહ્યું, સીએમ કોણ હશે તે ચૂંટણી સમયે જોવાશે. અમારા નગરસેવકોએ ખૂબ સારું કામ કર્યું છે. હજુ અનેક લોકો ભાજપ છોડી આપમાં જોડાશે. તેમણે એમ પણ કહ્યું કે, બીજેપી એટલે ભાજપ ઝઘડા પાર્ટી. ભાજપ બધા સાથે લડે છે, ભાજપ શિક્ષણ સમિતિની લૂંટ ચલાવવા માંગે છે.
આપમાં જોડાયા બાદ શું બોલ્યા મહેશ સવાણી
આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ મહેશ સવાણીએ કહ્યું, મેં 51 વર્ષે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. મેં નવા ઘરમાં જવાનું પસંદ કર્યું છે. એક 80 વર્ષ નું ઘર(કોંગ્રેસ),એક 25 વર્ષ નું એલિવેશન વાળું ઘર (ભાજપ) અને ખુલ્લો પ્લોટ (આપ) છે. હું ખુલ્લો પ્લોટ પસંદ કરું છે. ગુજરાતનું કામ કરવા રાજકારણમાં આવી રહ્યો છું. મને હેરાન કરશે તેવું પણ અનેક લોકોએ કહ્યું છે પણ મેં નક્કી કર્યું છે. મારે જેલમાં જવું પડશે, બહુ બહુ તો ગોળી મારી દેશે. મને નાના વર્ગની પીડા ખબર છે. સમાજના કામ કરવામાં પણ રાજકારણ આવે છે. કોવિડ સેન્ટરો મુદ્દે પણ આવું રાજકારણ યોગ્ય નથી. હું દિલ્હી ગયો હતો ત્યાં મેં સરકારી સ્કૂલો જોઈ હતી, ખાનગી સ્કૂલને ટક્કર મારે તેવી સ્કૂલો છે. લોકોને ખૂબ આર્થિક નુકસાન થયું છે, લોકો કોરોનામાં રઝળી રહ્યા હતાં. આ વાત કરતાં તેમની આંખમાં આંસુ આવી ગયા હતા.
મહેશ સવાણી બિઝનેસમેન હોવાની સાથે સાથે અનાથ દીકરીઓના લગ્ન કરાવવા માટે પણ રાજ્યભરમાં જાણીતા છે. આ ઉપરાંત અનેક સેવાકીય કાર્યો કરી રહ્યા છે. આ ઉપરાંત તેમની સાથે કેટલાક વિવાદ પણ સંકળાયેલા છે. વર્ષ 2020માં બિલ્ડરનું અપહરણ કરવા મામલે તેમની સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.