શોધખોળ કરો
Advertisement
80 દિવસ બાદ આજથી ખુલ્યું સોમનાથ મંદિર, જાણો ક્યા લોકોને પ્રવેશ નહીં મળે
સોમનાથ મંદિરમાં 65 વર્ષથી ઉપરના અને 10 વર્ષથી નાની ઉંમરના બાળકોને મંદિરમા પ્રવેશ આપવામાં નહી આવે.
વેરાવળઃ કોરોના મહામારીને કારણે લોકડાઉનના ૮૦ દિવસ બાદ આજતી સોમનાથ મહાદેવનું મંદિર ભક્તો માટે ખુલી ગયું છે. આજે મંદિર ખુલતાજ શરૂઆતમાં સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી દ્વારા વિશ્વ કોરોના મુક્ત થાય તેમજ કોરોના ગ્રસ્ત દર્દીઓ વહેલી તકે સ્વસ્થ થાય, તે માટે મહાપૂજા કરવામાં આવી હતી.
ભક્તો સોશ્યલ ડીસ્ટન્સના નિયમોનું પાલન કરી સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બની રહ્યા છે, વરૂણદેવે મંદિર ખુલતા પોતાના મંદિર પર વરસાદ રૂપે અભિષેક કરેલો હતો, જેથી મંદિર પરિસર ખુબ રમણીય ભાસી રહેલ હતું. તેમજ ભક્તો પણ શિવકૃપા પ્રાપ્ત કરી ધન્ય બન્યા હતા.
સોમનાથ મંદિરમાં 65 વર્ષથી ઉપરના અને 10 વર્ષથી નાની ઉંમરના બાળકોને મંદિરમા પ્રવેશ આપવામાં નહી આવે. સોમનાથ મંદિરમાં દર્શ દરમિયાન દર્શનાર્થી દંડવ્રત પ્રણામ કે ઘંટ નહી વગાડી શકે.
મંદિરમાં દર્શન કરવા જતી વખતે દર્શનાર્થીઓ ગંગાજળ, બીલીપત્રો કે ફૂલો મંદિરમા નહી લઇ જઈ શકે. એક કલાકમા 300 લોકો સોમનાથ મંદિરમા દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
સોમનાથ મંદિરમાં દર્શનાર્થે આવતા લોકોને મંદિર રેલીંગ સહીત કોઇ વસ્તુ ન અડે તેવુ પણ સુચન કરવામાં આવ્યું છે. મંદિર પ્રવેશ પૂર્વે સેનેટાઇઝર માસ્ક અને ડીસ્ટન્સનું ફરજિયાત પાલન કરવાનુ રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement